મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના સાપકડા ગામે વાડીએ બકરા ચરાવવા બાબતે બોલાચાલી-મારામારી: સામસામે ફરિયાદ


SHARE









હળવદના સાપકડા ગામે વાડીએ બકરા ચરાવવા બાબતે બોલાચાલી-મારામારી: સામસામે ફરિયાદ

હળવદ તાલુકાના સાપકડા ગામે વાડીએ બકરા ચરાવવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બંને પક્ષેથી મારામારી થઈ હતી જેથી ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા વીજુબેન નાનજીભાઈ નંદેસરીયા જાતે કોળી (૪૦)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભુપતભાઈ કાનજીભાઈ સોરીયા જાતે ભરવાડ અને લખમણભાઇ પાંચાભાઇ ભરવાડ રહે. બંને સાપકડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, સાપકડા ગામની ડુંગર સીમમાં તેઓની ભાગવી વાવેલ વાડી આવેલ છે અને ત્યાં આરોપીઓ તેમની વાડીમાં બકરા ચરાવતા હોય તેને બકરા ચરાવવાની ના પાડતા આરોપીઓએ ગાળો આપી હતી અને ત્યારે ફરિયાદીની દીકરી ભારતીને ભુપતભાઈ સોરીયાએ તેની પાસે રહેલ કુહાડીના હાથા વડે માથાના ભાગે માર મારતા માથામાં તેને ઇજા થવાથી ટાંકા આવ્યા હતા તેમજ ફરિયાદી મહિલાને કુવાડીના લાકડીના હાથા વડે ડાબા હાથના કાંડામાં મારતા તેને ઈજા થઈ હતી તેમજ લખમણભાઇ ભરવાડે છૂટા પથ્થરના ઘા કરી ફરિયાદીની દીકરી રાધિકાબેનને ડાબા હાથે ઇજા કરી હતી અને વર્ષાને પીઠના ભાગે ઇજા કરી હતી જેથી ભોગ બનેલ ચારેય વ્યક્તિઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ વિજુબેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી આ બનાવમાં ભુપતભાઈ કાનાભાઈ સોરીયા જાતે ભરવાડ (૪૫)એ રાધિકા નાનજીભાઈ નંદેસરીયા, ભારતી નાનજીભાઈ નંદેસરીયા, વર્ષા નાનજીભાઈ નંદેસરીયા, વિજુબેન નાનજીભાઈ નંદેસરીયા તેમજ વિજુબેનના જમાઈ મેહુલ રહે. બધા સાપકડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, રાધિકા, ભારતી અને વર્ષાએ ફરિયાદી તથા લક્ષ્મણભાઈને બકરા ચરાવવા બાબતે ગાળો આપી હતી અને ત્યારબાદ વીજુબેને ત્યાં આવી ફરિયાદી અને લખમણભાઇને પથ્થરો મારતા તેઓને ડાબા ખભે, દાઢી તથા હોઠના ભાગે ઇજા થઈ હતી અને ત્યારબાદ મેહુલે ત્યાં આવીને હાથમાં રહેલ છોરીયા વડે ફરિયાદીને ડાબા હાથની કોણીના ભાગે મારતા તેને ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે હાલમાં ચાર મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News