વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર નજીક દંપતીના બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લીધું: કચડાઈ જવાથી મહિલાનું મોત


SHARE







મોરબીના બંધુનગર નજીક દંપતીના બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લીધું: કચડાઈ જવાથી મહિલાનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે હોટલ સામે રસ્તા ઉપરથી દંપતી અને તેનું બાળક બાઇક ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું અને ત્યારે રસ્તા ઉપર નીચે પટકાયેલ મહિલાના ડાબા પગના સાથળ અને કમરના ભાગ ઉપરથી ડમ્પરના તોતંગ વ્હીલ ફરી જતા મહિલાનું ઘટના મોત નીપજ્યું હતું અને તેના પતિ તેમજ બાળકને ઇજાઓ થઇ હતી અને આ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયેલ હોય હાલમાં ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મૂળ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પારેવાળાના રહેવાસી અને હાલમાં માટેલ રોડ ઉપર આવેલ એડીકોન પેપર મીલના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા જેન્તિભાઈ હમીરભાઈ છાસીયા (૩૬) નામનો યુવાન તેના પત્ની કમુબેન ઉર્ફે કોમલબેન (૩૨) અને દીકરા કાર્તિકને બાઇક નંબર જીજે ૩ એનજે ૧૨૬૭ માં બેસાડીને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે ચામુંડા હોટલ સામે નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થયો હતો ત્યારે ડમ્પર નંબર જીજે ૧૦ ટીવાય ૫૫૫૧ ના ચાલકે તેઓના બાઈકને પાછળથી હડફેટે લીધું હતું જેથી કરીને બાઇકમાં બેઠેલા કમુબેન રસ્તા ઉપર નીચે પટકાતા તેના ડાબા પગના સાથળ અને કમરના ભાગ ઉપરથી ડમ્પરના તોતિંગ વ્હીલ ફરી જતા જગદાઈ જવાના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને આ અકસ્માતના બનાવમાં ફરિયાદી યુવાનને ડાબા પગે ઢીંચણના ભાગે ઇજા થઈ હતી અને તેના દીકરાને પણ ઇજા થયેલ હતી જેથી કરીને સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જીને ઘટના સ્થળે ડમ્પર છોડીને નાસી ગયેલા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેના આધારે પોલીસે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને વધુ તપાસ એમ.જે, કહાંગરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના મણીમંદિર પાસે રોડ ઉપર બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી પાર્કમાં રહેતા ગોપાલ દિનકરભાઇ પંડયા (૩૯) અને માધાપર શેરી નંબર ૨૪ માં રહેતા નરેન્દ્રસિંહ રઘુભા રાઠોડ (૩૨) નામના બે યુવાનોને ઇજા થઇ હોવાથી ઇજા પામેલા બંને યુવાનોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ કરી રહ્યા છે






Latest News