વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળિયા (મી)ના હરીપર નજીક આગળ જતા વાહનમાં ટ્રક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







માળિયા (મી)ના હરીપર નજીક આગળ જતા વાહનમાં ટ્રક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત

માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામ નજીક આગળ જતા વાહનની પાછળના ભાગમાં ટ્રક અથડાયો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તે યુવાનોનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાંથી પસાર થતાં માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામ પાસે દેવ સોલ્ટ સામે રસ્તા ઉપર અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આગળ જતા વાહનમાં પાછળના ભાગે ટ્રક અથડાયો હતો અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં મૂળ બિહારના રહેવાસી વિશાલ દિનેશભાઈ રાય (૨૦) નામના યુવાનને ઇજાઓ થઈ હોવાથી હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે, સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે માળીયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ગીરીશભાઈ મારૂણીયા દ્વારા કરવામાં આવી હતી અને તેમની પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આગળ જતા કોઈ વાહનની પાછળના ભાગમાં મૃતક યુવાનનો ટ્રક અથડાયો હતો જેથી તેને ઇજાઓ થઈ હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીમાં આવેલ ગેલેક્સી સોસાયટીમાં રહેતા રામદેવસિંહ દિલુભા ઝાલા (૪૫) નામના યુવાનને મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર બાઈક સ્લીપ થતાં અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર મારતા સારવારમાં

મૂળ જામનગરના રહેવાસી ભરતભાઈ હેમુભાઇ ભાંભી (૩૨) નામના યુવાનને મોરબી નગરપાલિકામાં ચાબુક વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News