વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની નવલખી રોડ ફાટક પાસે કોમ્પ્લેક્ષ બાજુમાંથી બાઈકની ચોરી કરનારા શખ્સની ચોરાઉ બાઇક સાથે ધરપકડ


SHARE







મોરબીની નવલખી રોડ ફાટક પાસે કોમ્પ્લેક્ષ બાજુમાંથી બાઈકની ચોરી કરનારા શખ્સની ચોરાઉ બાઇક સાથે ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ફાટક વાળી ચોકડી પાસે જુના કોમ્પલેક્ષની બાજુમાં યુવાને તેનું બાઇક પાર્ક કરીને મૂક્યું હતું તે બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે તપાસ ચાલી રહી હતી તેવામાં ચોરાઉ બાઈકની સાથે મોરબીમાંથી એક શખ્સની પોલીસે ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રણછોડનગર શેરી નં-૧ માં રહેતા વેપારી યુવાન ચંદ્રકાંતભાઈ દેવાભાઈ સુમળ જાતે બ્રાહ્મણ (૩૦) નામના યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે થોડા દિવસો પહેલા ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતું કેમોરબીના નવલખી રોડ ઉપર આવેલ ફાટક વાળી ચોકડી પાસે જુના કોમ્પલેક્ષની બાજુમાં તેને પોતાનું બાઈક નંબર જીજે ૧૦ સીબી ૪૮૮૫ ને  કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયાની કિંમતનું બાઇક કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને મોરબીના વીસી ફાટક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને ભગવાનભાઇ રામજીભાઇ, પ્રદીપસિંહ બહાદુરસિંહ અને કિર્તિસિંહ બહાદુરસિંહએ રોકીને તેની પાસે રહેલા બાઈકના કાગળો માંગ્યા હતા ત્યારે તેની પાસે કાગળ હતા નહીં જેથી પોલીસે પોકેટ કોપ એપ્લીકેશનથી સર્ચ કરતાં તે બાઇક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્ટેશને લઈ આવીને આ શખ્સની વધુ પૂછપરછ કરવામાં આવતા તેને નવલખી રોડ ઉપર આવેલ ફાટક વાળી ચોકડી પાસે જુના કોમ્પલેક્ષની બાજુમાંથી આ બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત આપેલ હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી






Latest News