રક્તદાન મહાદાન: મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા મેડિકલ-રક્તદાન કેમ્પનું આયોજન
માળીયા(મિ) તાલુકા કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના પ્રમુખ પદે પ્રભુભાઇ નાટડાની વરણી
SHARE









માળીયા(મિ) તાલુકા કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના પ્રમુખ પદે પ્રભુભાઇ નાટડાની વરણી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવીની સુચનાથી મોરબી જિલ્લા કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના પ્રમુખ રાજુભાઇ આહીર દ્વારા માળીયા મિયાણા તાલુકા કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના પ્રમુખ તરીકે પ્રભુભાઇ લખમણભાઇ નાટડાની વરણી કરવામાં આવતા તેમણે આજ રોજ પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી.ના મહામંત્રી અને મોરબી શહેર જિલ્લાના પ્રભારી પ્રવીણભાઈ મૈયડની હાજરીમાં મોરબી માળિયા તાલુકાના હોદ્દેદારોની નિમણુક આપવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા મહામંત્રી મનસુખભાઈ વાધેલા અને મોરબી શહેર પ્રમુખ લખુભા ગઢવી ઉપસ્થિત રહેલ હતા
મોરબી જિલ્લા કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના પ્રમુખ રાજુભાઇ આહીરે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાની તમામ તાલુકાની ઓ.બી.સી.ની ટીમ ગામડે ગામડે જઈ સંગઠન મજબૂત કરી ગામના કામને આગળ વધારશે તો આ તકે માળીયા તાલુકા પ્રમુખ પ્રભુભાઇ આહીરે માળીયા મીયાણા તાલુકા ઓ.બી.સી.ની ૮૦% વસ્તીને જાગૃત કરવાની ખાતરી પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવી, પ્રદેશ મહામંત્રી પ્રવીણભાઈ મૈયડ અને મોરબી જિલ્લા કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના પ્રમુખ રાજુભાઇ આહીરને આપી હતી આ કાર્યક્રમમાં સરપંચ લખમણભાઇ, તાલુકાના સદસ્ય લખમણભાઇ નાટડા, ઉપસરપંચ શંકરભાઈ બાબરીયા, પંચાયત સભ્ય શક્તિસિંહ ધ્રુપદસિંહ જાડેજા. બોડકી માજી સરપંચ આયુબભાઈ કૈડા હાજર રહેલ હતા
