વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેની ભૂગર્ભ ગટરમાં રીક્ષા,કાર અને એસટી સહીતના વાહનો ફસાતા લોકો હેરાન


SHARE









મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેની ભૂગર્ભ ગટરમાં રીક્ષા,કાર અને એસટી સહીતના વાહનો ફસાતા લોકો હેરાન

મોરબીનું નવા બસ સ્ટેન્ડ નવું બની રહ્યુ હોય નવી જગ્યાએ બસ પાર્કીંગ કરવામાં આવે છે ત્યાં જવાના રસ્તે જ તંત્રની બલીહારીને લીધે ખુલ્લી ભૂગર્ભ કુંડી આવેલી છે જેમાં એક બાદ એક એમ અનેક વાહનો જેમાં એસટીની બસ, રીક્ષા અને કાર સહિતના વાહનો ફસાઈ ગયા હતા જેને પગલે વાહનોના ચાલકો તેમજ વાહનમાં સવાર મુસાફરો હાલાકીમાં મુકાયા હતા.આસપાસના સેવાભાવી યુવાનોએ વાહનોને બહાર કાઢવા જહેમત ઉઠાવી હતી.

મોરબીનું નવા બસ સ્ટેન્ડને પુન: નવું બનાવવા રાજય સરકારમાંથી મંજુરી મળી હોય બસ સ્ટેશનને તોડીને ત્યાં નવું બસ સ્ટેશન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે નવા બસ સ્ટેન્ડમાં બસ માટે નવી જગ્યા ફાળવવામાં આવેલી છે તે ખુલ્લી જગ્યાએ જવાના રસ્તામાં જ એક ભૂગર્ભ ગટરનું ઢાંકણુ તુટી ગયેલ બોય કુંડી ભયજનક બની રહી છે.આ ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં છેલ્લા બે દિવસોમાં એક પછી એક એસટી બસ, રીક્ષા અને કાર સહીતના વાહનોના વ્હીલ ફસાઇ જતા વાહન ચાલકો તેમજ તેમાં સવાર લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.ભારે જહેમતે સ્થાનીક સેવાભાવી યુવાનો દ્રારા આ તુટેલી કુંડીમાં ફસાયેલા વાહનો બહાર કઢાયા હતા.આ વાતને લઇને મોરબીના સંલગ્ન નિંભર તંત્ર પ્રત્યે ભારોભાર રોષની લાગણી પ્રવર્તી રહી છે.




Latest News