મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેની ભૂગર્ભ ગટરમાં રીક્ષા,કાર અને એસટી સહીતના વાહનો ફસાતા લોકો હેરાન
મોરબી જીલ્લા ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલાએ જન્મદિવસે ૫૦૦ દિકરીઓને વિમા કવચની આપી ભેટ
SHARE









મોરબી જીલ્લા ભાજપ અગ્રણી જીગ્નેશ હંસરાજભાઈ કૈલાએ જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી અને સફળતાના ૩૭ વર્ષ પૂર્ણ કરી ૩૮ વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે જીગ્નેશ કૈલાએ પોતાના જન્મદિનને ૫૦૦ જેટલી બાળાઓનો નવરાત્રી પર જ જીવન સુરક્ષા વીમો ઉતારી આપ્યો હતો સાથે જ મોરબીની શેરી ગરબીઓમાં ૫૦૦ થી વધુ બાળકીઓને લ્હાણી વિતરણ કરી પોતાના જન્મદિનની ઉજવણી કરી હતી ઉલ્લેખનીય છે કે સુમેળભર્યું વ્યક્તિત્વ અને બહોળું મિત્ર વર્તુળ અને સ્વભાવે શાંત મિતભાષી એવા જીજ્ઞેશ કૈલાના જન્મદિવસ પર તેના મિત્ર વર્તુળમાંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે સાથે તેઓ જીવનના સફળતાના શિખરો પાર કરે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને મોરબી જીલ્લા ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલાના જન્મ દિવસની ઉજવણીમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડીયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, કારોબારી ચેરમેન જ્યંતિભાઈ પડસુંબીયા, હીરાભાઈ ટમારીયા, પ્રવીણભાઈ સોનગ્રા સહીત આગેવાનો હાજર રહ્યા હતા.
