બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના યુવાનને હથિયાર સાથેનો ઇન્સ્ટગ્રામમાં ફોટો મુક્તા બે શખ્સોની ધરપકડ


SHARE











વાંકાનેરના યુવાનને હથિયાર સાથેનો ઇન્સ્ટગ્રામમાં ફોટો મુક્તા બે શખ્સોની ધરપકડ

વાંકાનેરમાં આવેલ ભરવાડપરામાં રહેતા યુવાન પાસે હથિયાર પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં પણ તેણે બારબોરના હથિયાર સાથેનો ફોટો પાડીને તેના ઇન્સ્ટગ્રામ ના આઈડી ઉપર તે ફોટો મૂક્યો હતો જે એસોજીની ટીમના ધ્યાન ઉપર આવતા પોલીસે ફોટો મુકનાર તથા ફોટો પાડવા માટે લાયસન્સ વાળું હથિયાર આપનારા બંને શખ્સની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને બંને આરોપીઓને વાંકાનેર સિટી પોલીસ હવાલે કરેલ છે

વર્તમાન સમયમાં ઘણી વખત ઇન્સ્ટગ્રામ અને સોશિયલ મીડિયામાં ફોટો વિડીયો અપલોડ કરવા માટે થઈને ગુનાહિત કૃત્યો થઈ જતા હોય છે તેવી જ રીતે વાંકાનેરના ભરવાડપરામાં રહેતા સામાભાઈ ઉર્ફે રોકૂ ધીરુભાઈ કાઠીયા જાતે કોળી (૨૨) નામના યુવાન પાસે હથિયાર પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં પણ તેણે બાર બોરના હથિયાર સાથેનો ફોટો પાડીને તેના ઇન્સ્ટગ્રામ યુઝર આઇડી ઉપર તે ફોટો અપલોડ કર્યો હતો જે એસોજીની ટીમના ધ્યાન ઉપર આવતા તે બાબતે તપાસ કરવામાં આવતા આ યુવાન પાસે હથિયાર પરવાનો કે લાઇસન્સ ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તેણે જે હથિયાર સાથે ફોટો પાડ્યો હતો તે બાબતે તપાસ કરતા ઉદયસિંહ વિરમજી ઝાલા જાતે છત્રીય (૫૦) ધંધો સિક્યુરિટી ગનમેન રહે. ઘીયાવડ તાલુકો વાંકાનેર વાળાનું હથિયાર હોવાનું સામે આવતા હથિયારધારાની શરતનો ભંગ થયેલ હોવાથી હથિયાર આપનાર તથા હથિયાર સાથે ફોટો પાડનાર બંને શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની કલમ ૨૯, ૩૦ મુજબ ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ વેન્ટો સિરામિક સામેથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી જાફર ફિરોજભાઈ ભુવર જાતે ઘાંચી (૨૫) રહે. વીસીપરા મદીના સોસાયટી બાપુની બેકરી સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબી નજીક આવેલ સરતાનપર રોડ ઉપર ઉદય એલએલપી નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો જીતેન્દ્રસિંગ સૂર્યનયનસિંગ (૩૬) નામનો યુવાન કામગીરી કરી રહ્યો હતો ત્યારે કારખાનામાં ૨૦ ફૂટની ઊંચાઈ ઉપરથી નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે






Latest News