હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે વીજ બિલ ન ભરતા ગ્રાહકે કનેક્શન કાપતા વીજ કર્મચારીનો કાંઠલો પકડીને ત્રણ શખ્સોએ કરી ઝપાઝપી


SHARE













મોરબીના આમરણ ગામે વીજ બિલ ન ભરતા ગ્રાહકે કનેક્શન કાપતા વીજ કર્મચારીનો કાંઠલો પકડીને ત્રણ શખ્સોએ કરી ઝપાઝપી

મોરબી તાલુકાના આમરણ ગામે પગથિયા વાળી શેરીમાં રહેતા શખ્સનું વીજ કંપનીનું બિલ ભરવાનું બાકી હતું જેથી કરીને વીજ કર્મચારી દ્વારા તેના ઘરે જઈને ઈલેક્ટ્રીક કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું જે તેને સારું નહીં લાગતા તેણે વીજ કર્મચારીનો કાંઠલો પકડ્યો હતો અને તેને ગાળો આપી તેની સાથે જપાજપી કરી હતી જેથી ભોગ બનેલા વીજ કર્મચારી દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે આમરણ નવા ડાયમંડ નગરમાં દિલીપભાઈ ભોરણીયાના મકાનમાં ભાડે રહેતા ધ્રુવરાજસિંહ ગોવિંદસિંહ ચૌહાણ જાતે રાજપૂત (૨૫) નામના યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વીશાભાઇ સાર્દુલભાઇ દેવીપુજક, પરેશભાઈ વિશાભાઈ દેવીપુજક અને કારાભાઇ વીશાભાઇ દેવીપુજક રહે. બધા આમરણ વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી વીશાભાઇ સાર્દુલભાઇ દેવીપુજકનું છેલ્લા છ મહિનાનું ૨૭૯૦ રૂપિયાનું વીજ કંપનીનું બિલ બાકી હતું જે જમા નહીં કરાવતા ફરિયાદી વીજ કંપનીના કર્મચારી હોય તેની ફરજના ભાગરૂપે આરોપીના ઘરે જઈને તેને ઈલેક્ટ્રીક કરેક્શન કાપી નાખતા આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદીના શર્ટનો કાંઠલો પકડી તેને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને ગળાના ભાગની આજુબાજુમાં ઈજા કરી હતી તેમજ તેની સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી જેથી ભોગ બનેલા કર્મચારી દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામે સીતારામ નગરમાં રહેતા નીતિનભાઈ જેન્તીભાઈ સગારકા જાતે કોળી (૨૬) નામના યુવાને હાલમાં કાર નંબર જીજે ૩૩ બી ૧૩૯૮ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે નેશનલ હાઈવે રોડ ઉપર રાજા ટ્રાન્સપોર્ટની સામે આવેલ ડિવાઈડરની કટમા પોતાનું બાઈક નંબર જીજે ૧૧ સીએ ૪૩૪૮ લઈને ઉભેલ હતો ત્યારે કાર ચાલકે ડિવાઈડરની વચ્ચેના ભાગમાં લગાવેલ થાંભલામાં વાહન અથડાવ્યું હતું અને ત્યારબાદ રોડની કટ વચ્ચે ઉભેલા બાઇક સવાર ફરિયાદી યુવાનને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો અને આ બનાવમાં યુવાનને જમણા પગે, નાકના ભાગે તથા ડાબી આંખની ઉપરના ભાગે ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલ લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા નીતિનભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News