હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

હળવદમાં ઘરમાં નડતર દૂર કરવાના બહાને વૃદ્ધ સાથે ૩૯,૨૦૦ ની છેતરપિંડી


SHARE













હળવદમાં ઘરમાં નડતર દૂર કરવાના બહાને વૃદ્ધ સાથે ૩૯,૨૦૦ ની છેતરપિંડી

હળવદમાં સરારોડ ઉપર આવેલ આલાપ સોસાયટીમાં રહેતા વૃદ્ધને ઘરમાં નડતર હોવાથી તેને દૂર કરવા વિધિ કરવી પડશે તેવું કહીને તેને વિશ્વાસમાં લઈને તેની પાસેથી ૩૯૨૦૦ રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને વૃદ્ધ દ્વારા હાલમાં હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આવેલ આલાપ સોસાયટીમાં બ્લોક નંબર-૩૮ ખાતે રહેતા ઈશ્વરભાઈ મહાદેવભાઇ જસાપરા જાતે પટેલ (૬૪) નામના વૃદ્ધે અજાણ્યા બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓ તેની પાસે આવ્યા ત્યારે પટેલ હોવાનું તેમણે જણાવ્યું હતું અને તેઓના ઘરમાં નડતર છે તો વિધિ કરાવવાથી નડતર દૂર કરી દેશું તેવું કહીને ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા અને ફરિયાદી પાસેથી વિધિના બહાને રૂપિયા ૩૯૨૦૦ લીધા હતા અને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી અજાણ્યા બે શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઇક સ્લીપ

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા રવિન્દ્ર મનહરલાલ નિમાવત (૩૬) નામનો યુવાન બાઇક લઈને ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે બાપા સીતારામના મંદિર નજીક તેના બાઈકની આડે ગાય ઉતરી હતી જેથી બાઈક સ્લીપ થઈ જતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે જોકે બનાવતા ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં જાણ કરવા માટે કવાયત કરેલ છે






Latest News