હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રાજપર ચોકડી નજીકથી દારૂની મોંધી દાટ બે બોટલ સાથે એકની ધરપકડ


SHARE













મોરબીમાં ત્રાજપર ચોકડી નજીકથી દારૂની મોંધી દાટ બે બોટલ સાથે એકની ધરપકડ

મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક પેટ્રોલ પંપ સામેથી એક શખ્સ પસાર થઈ રહયો હતો જેને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની મોંધી દાટ બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની ત્રાજપર ચોકડી થી મહારાણા સર્કલ તરફ આવવાના રસ્તા ઉપર પેટ્રોલ પંપ સામેથી એક શખ્સ પસાર થઈ રહયો હતો ત્યારે તે શખ્સોને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે મોંધી દાટ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૭૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે જયપ્રકાશ કાંતિલાલ ભઠર જાતે વાણીયા (૩૨) રહે. રામકૃષ્ણનગર એલ-૯ કુળદેવી પાન પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે રહેતા સોમાભાઈ ડામોર (૨૯) નામનો યુવાન પગપાળા ચાલીને ચામુંડા હોટલ પાસેથી બંધુનગર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઈ હતી અને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એમ.જે. કહાંગરા ચલાવી રહ્યા છે

દેશીદારૂ

મોરબીના કંડલા બાઇપાસ રોડ ઉપર આવેલ ધુતારીની વાડી પાસે રહેતા સુરેશ છનાભાઈ ડુમાણીયા જાતે કોળી (૨૫) નામના યુવાનના ઘરની પાસેથી દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો તથા તૈયાર ૨૫ લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે કુલ મળીને ૯૦૦ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી સુરેશભાઈની ધરપકડ કરી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News