મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

મોરબીની આર.ઓ.પટેલ બી.એડ કોલેજ દ્વારા બીઆરસી ભવનની મુલાકાત યોજાઈ


SHARE









મોરબીની આર.ઓ.પટેલ બી.એડ કોલેજ દ્વારા બીઆરસી ભવનની મુલાકાત યોજાઈ

મોરબીની આર.ઓ.પટેલ બી.એડ કોલેજના આચાર્ય કમલેશભાઈ ભોરણીયાના પ્રેરણાત્મક માર્ગદર્શન હેઠળ આર.ઓ.પટેલ બી.એડ કોલેજની બીજા સેમેસ્ટરની વિદ્યાર્થીનીઓ દ્વારા બીઆરસી ભવન મોરબીની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં કોલેજના ડૉ.સાપરિયા, વિરમગામા, ધર્મિષ્ઠાબેન દસાડિયા, અરૂણાબેન સાણજા અધ્યાપક ગણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બી.એડ. ના અભ્યાસક્રમમાં સીઆરસી અને બીઆરસીની ફરજો ઉપરાંત શિક્ષણના વર્તમાન પ્રવાહો વિશેની જાણકારી અત્યંત અગત્યની બની જાય છે.ત્યારે આજની આ વિશિષ્ટ મુલાકાતમાં બીઆરસી કો-ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા દ્વારા વર્તમાન સમયમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કઈ રીતે શિક્ષણ આપી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

તેમજ ક્યુંઆર કોડ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક ગેમ રમાડવામાં આવી હતી.સીઆરસી કો-ઓર્ડીનેટર ચંદ્રકાંતભાઈ બાવરવા દ્વારા સીઆરસી અને બીઆરસીની ફરજો, તેમની કામગીરીની રૂપરેખા તેમજ વર્તમાન સમયમાં સ્વિફ્ટ ચેટ,  સ્વમૂલ્યાંકન, સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ જેવા મહત્વના મુદ્દાઓ અંગે પ્રશિક્ષણાર્થીઓને વિશદ્ સમજ આપવામાં આવી હતી.ત્યારબાદ સીઆરસી કો-ઓર્ડીનેટર ઉમેશભાઈ પટેલ દ્વારા જી-શાળા, ઓઆરએફ દ્વારા વાચનનું મૂલ્યાંકન કેવી રીતે કરાય છે તે સમજાવ્યું હતુ.તેમજ તેમણે શૈક્ષણિક ટૂંકાક્ષરી નામોની ક્વિઝ રમાડેલ જેમાં સાચા જવાબો આપનાર વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવામાં આવી હતી.તેમજ વિદ્યાર્થીનીઓએ પોતે આ મુલાકાત માટે કેવી અપેક્ષાઓ રાખેલ હતી એ પણ જણાવ્યું તદુપરાંત દિવ્યાંગ બાળકો માટેના વર્ગની મુલાકાત કરી, બીઆરસી ભવન ઓફિસ, એમ.આઇ.એસ ઓફિસ સાહિત્ય વર્ગની મુલાકાત લઇને બ્લોક રિસોર્સ સેન્ટર વિશેની પોતાની સમજને વિસ્તૃત કરી હતી.આ તકે ડૉ.સાપરિયાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યુ હતું કે અહીં કરેલ મુલાકાત વિશિષ્ટ અને વિદ્યાર્થીનીઓ માટે ફળદાયી બની રહેલ છે.






Latest News