મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી મૃત હાલતમાં મળી આવેલ યુવાનના વાલીને શોધવા કવાયત


SHARE









મોરબી નજીકથી મૃત હાલતમાં મળી આવેલ યુવાનના વાલીને શોધવા કવાયત

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જાંબુડીયા પાવર હાઉસ સામે કોમેન્ટ સિરામીક પાસેથી ખુલ્લા પટમાંથી તા. ૧૯/૩/૨૦૨૪ ના રોજ બિનવારસી અજાણ્યા પુરુષ ઉમર આશરે-૪૦ થી ૪૫ વર્ષનો કોઇપણ કારણોસર મરણ જતા તેની ડેડબોડી મળી હતી જેથી કરીને તે બોડીને મોરબી સીવીલ હોસ્પિટલમાં પીએમ કરાવી મરણ જનારની ઓળખ થવા તેના વાલી વારસની શોધખોળ માટે કવાયત કરવામાં આવી રહી છે અને મોરબી સરકારી દવાખાના પીએમ રૂમમાં કોલ્ડ સ્ટોરેજમાં બોડીને રાખવામાં આવેલ છે. આ મરણ જનારએ શરીરે કાળા રંગનું નાઇટ પેન્ટ આખી બાંયનો વાદળી રંગનો શર્ટ ગળામાં રંગબેરંગી ચોકડીના ડીઝાઇન વાળો ગમસો ગળામાં દોરીમાં ઉર્દુમાં અલ્લા લખેલુ સફેદ ધાતુનું માદળીયુ પહેરેલ છે. અને શરીરે મજબુત, વાને શ્યામ વર્ણો છે. પેટની ઉપરની વચ્ચેના ભાગે રસોળી છે. અને ડાબા ખભા પાસે કાળો તલ છે. જેથી આ વર્ણન વાળા વ્યક્તિને જો કોઈ જાણતા હોય કે પછી તેના સગાને ઓળખતા હોય તો મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટે તાલુકાનાં પીઆઇ કે.એ.વાળાએ જણાવ્યુ છે.




Latest News