મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાંથી પકડાયેલ ૧.૫૧ કરોડના દારૂના ગુનામાં ચાર આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE









મોરબીમાંથી પકડાયેલ ૧.૫૧ કરોડના દારૂના ગુનામાં ચાર આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબી નજીક ગોડાઉનમાં રેડ કરીને એસએમસીની ટીમ દ્વારા ૬૧૧૫૨ દારૂની બોટલો જેની કિંમત ૧.૫૧ કરોડ રૂપિયાનો દારૂ તેમજ બે ટ્રક, બે બોલેરો અને એક હોન્ડા સિટી કાર સહિત કુલ મળીને ૨.૨૦ કરોડનો મુદામાલ કબ્જે કરીને ૧૦ આરોપીઓને પકડવામાં આવેલ છે આ ગુનામાં હજુ પણ મુખ્ય સૂત્રધાર જીમીત પટેલને પકડવાનો બાકી છે જો કે, કુલ મળીને ૨૧ આરોપીની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે અને આ ગુનાની તપાસ મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ એમ.પી પંડ્યાને સોપવામાં આવેલ છે જેને તમામ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીમાંથી ચાર આરોપી રમેશ પુંજાભાઈ પટણી (કચ્છ), ખિયારામ સોનારણ જાટ (રાજસ્થાન), શિવકરણ નર્મદાપ્રસાદ કેવટ (મધ્યપ્રદેશ) અને મુકેશ માલાભાઈ ગમારા (માથક)ના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કરલે છે જો કે, બાકીના ૬  આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News