મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના સફળ યુવા ઉદ્યોગપતિ હેમલ શાહને મળ્યો બિઝનેસ અર્જુન એવોર્ડ


SHARE









મોરબીના સફળ યુવા ઉદ્યોગપતિ હેમલ શાહને મળ્યો બિઝનેસ અર્જુન એવોર્ડ

ઝીરોથી હીરો બનેલા સફળ વ્યક્તિઓને સન્માનિત કરવા ક્રિએટિવ માઈન્ડ સ્ટુડિયો દ્વારા બિઝનેસ અર્જુન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના યુવા અગ્રણી ઉદ્યોગપતિ અને ઇન્ડિયા ટાઇલ્સ વાળા હેમલ શાહ સહિત ચાર વ્યક્તિઓને બિઝનેસ અર્જુન એવોર્ડ આપવામાં આવેલ છે

ક્રિએટિવ માઇન્ડ સ્ટુડિયો દ્વારા ઝીરોથી હીરો બનેલા સફળ વ્યક્તિઓને સન્માનીત કરવા ડો. જીતેન્દ્ર અઢીયા અને ડો. અમિત મારૂના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ડો. જીતેન્દ્ર અઢીયા અને જાણીતા હાસ્ય કલાકાર સાઈરામ દવેના હસ્તે બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી, ઈન્ડિયા ટાઇલ્સના યુવા ઉદ્યોગપતિ હેમલ શાહ, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના ટ્રસ્ટી ડો. પ્રદીપભાઇ કણસાગરા અને ટી-પોસ્ટના દર્શન દાસાણીને “બિઝનેસ અર્જુન એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ, મુંબઈ, અમદાવાદ, મોરબી, જામનગર, ગોંડલ, ગાંધીધામ, ભુજ, સુરેન્દ્રનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, જુનાગઢ, પોરબંદર, ભાવનગર જેવા ૧૪ શહેરોથી ડોક્ટર્સ, મેન્યુફેક્ચરર્સ, એફએમસીજી, એગ્રો, ઓટોમોબાઇલ્સ, માઇનિંગ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ, લોજિસ્ટિક્સ, પ્લાસ્ટિક, બ્રાસ, ઇનફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, કેમિકલ, ફેશહ, સર્વિસ સેક્ટર જેવી ૧૫ કેટેગરીના એંટરપ્રેન્યોર્સ હજાર રહ્યા હતા. આ કાર્યક્રમમાં એવોર્ડથી સન્માનીત થયેલ તમામ મહાનુભાવોની સક્સેસ સ્ટોરીઝ તેમના જ મુખે સાંભળવા મળી હતી અને આવેલા ૪૦૦ થી વધુ એંટરપ્રેન્યોર્સ સાથે ક્યૂ એન્ડ એ (પ્રશ્નોત્તરી)નો સેશન પણ યોજાયો હતો.




Latest News