મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર નજીકથી પત્નીની દવા લેવા જતો યુવાન ટ્રક નીચે ચગદાઇ જતાં મોત: અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ


SHARE









મોરબીના મકનસર નજીકથી પત્નીની દવા લેવા જતો યુવાન ટ્રક નીચે ચગદાઇ જતાં મોત: અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ચોકડી નજીક થોડા દિવસો પહેલા સાંજના સમયે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બાઇક લઈને જતાં મૂળ યુપીના યુવાનને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો. જો કે, રાજકોટ ખાતે ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવમાં મૃતક યુવાનની પત્નીએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા ટ્રક ચાલકેની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ચોકડી ગોકુલનગર નજીક આવેલ તુલસી પેટ્રોલ પંપની સામેના ભાગે ગઈકાલ તા.૧૩-૩ ના મોડી સાંજના આઠેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. જે બનાવમાં બાઈક લઈને જઈ રહેલા શૈલેન્દ્રકુમાર માધવપ્રસાદ શાહુ (૩૦) મૂળ રહે. મીરજાપુર ઉત્તરપ્રદેશ હાલ રહે. શેરોન સીરામીક નીલકંઠ ઇન્ડસ્ટ્રીઝ જુના જાંબુડીયા તાલુકો જીલ્લો મોરબી વાળાને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધો હતો જેથી ગંભીરપણે ઘવાયેલ યુવાનને ૧૦૮ વડે સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો ત્યાર બાદ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો હતો ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તે યુવનનું મોત નીપજયું છે હાલમાં આ બનાવમાં મૃતક યુવાનના પત્ની અનુદેવી શૈલેન્દેરકુમાર માધવપ્રસાદ શાહુ જાતે ગુપ્તા (૩૦) રહે. હાલ જામ્બુડીયા ગામની સીમમા આવેલ નિલકંઠ સેનેટરીવેર્સ નામના કારખાનાની લેબર કોલોનીમા મોરબી મુળ  રવિનગર પરાહુપુર તાલુકો મુગલસરાય (ઉત્તરપ્રદેશ) વાળીએ અજાણ્યા ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે વધુમાં ફરિયાદી જણાવ્યુ છે કે, તેની દવા લેવા માટે તેના પતિ શૈલેન્દ્રકુમાર શાહુ જઇ રહ્યા હતા ત્યારે સરતાનપર ચોકડી નજીક અજાણ્યા ટ્રક ચાલકે તેને હડફેટે લેતા તેની કમરથી નીચેનો ભાગ ચગદાઇ જવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા જો કે, તેનું મોત નીપજયું છે હાલમાં પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News