બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

ટંકારા નજીક અકસ્માત કરીને આધેડનું મોત નિપજાવનાર સરકારી ટાટા સુમો ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











ટંકારા નજીક અકસ્માત કરીને આધેડનું મોત નિપજાવનાર સરકારી ટાટા સુમો ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો

ટંકારાના જબલપુર ગામના પાટીયા પાસેથી સરકારી ગાડી પસાર થઈ રહી હતી ત્યારે સરકારી ગાડી ડીવાઈડર કુદીને સામેની સાઈડ આવી ગઈ હતી અને ત્યાં ગાડી અને બાઈક અકસ્માત થયો હતો જેમાં આધેડને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકના દીકરાએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ટાટા સુમો ગાડીના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હાલમાં મુળ અબડાસા મોટી સુળધ્રો હાલે ટંકારા પોલીસ સ્ટેશન પાછળ સંધીવાસ  ઇમ્તીયાજભાઇ સાલેમામદભાઇ કેર જાતે મુસ્લીમ (૨૩)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટાટા સુમો ગાડી નંબર જીજે ૩ જી ૧૮૨૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાનાં જબલપુર ગામના પાટીયા નજીક આવેલ ઇન્દ્રપ્રસ્થ-૨ સોસાયટીની સામે જામનગર તરફથી આવતી ટાટા સુમો ગાડી જીજે ૩ જી ૧૮૨૮ ના ચાલકે ગાડી ડીવાઈડર ઉપર ચલાવીને લોખંડનો પાઇપ તોડીને સામેના ભાગે રોડ ઉપર ગાડીને લઈ આવી હતી ત્યારે સામેથી ફરિયાદીના પિતા સાલેમામદ ઓસમાણભાઇ કેર (૫૦) રહેમોટી સુરધ્રો વાળા  બાઇક નંબર જી.જે ૧૨ એચ.બી ૦૧૪૫ લઈને આવી રહ્યા હતા ત્યારે તેના બાઇકને હડફેટે લેતા તેઓને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું હાલમાં આ બનાવમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસના આઈ.ટી. જામ આગળની વધુ તપાસ કરી રહ્યા છે






Latest News