મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતની રવાપર બેઠકના ચૂંટાયેલા સભ્યએ ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા બે શખ્સોએ માર માર્યો


SHARE









મોરબી તાલુકા પંચાયતની રવાપર બેઠકના ચૂંટાયેલા સભ્યએ ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા બે શખ્સોએ માર માર્યો

મોરબી તાલુકા પંચાયતની રવાપર બેઠકના ભાજપના ચૂંટાયેલા સભ્યએ તેના ભત્રીજાના મિત્રને ઉછીના ૫૦ હજાર રૂપિયા દોઢ વર્ષ પહેલા આપેલ હતા જે રૂપિયા તેને પાછા માંગતા રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટ પાસે બે શખ્સોએ હુમલો કરીને તેને માર માર્યો હતો અને માથામાં પાછળના ભાગે પ્લાસ્ટિકનું કેરેટ માર્યું હતું અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે આવેલ ફ્લોરા ૧૫૦ સી-૩૦૨ માં રહેતા મોરબી તાલુકા પંચાયતની રવાપર બેઠકના ચૂંટાયેલા સભ્ય ચિરાગભાઈ શિવલાલભાઈ કાસુન્દ્રા જાતે પટેલ (૩૪)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ નાનુભાઈ મિયાત્રા અને પાર્થ ઉર્ફે લાલો નાનુભાઈ મિયાત્રા રહે. બંને રવાપર ગામ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, સુરેશભાઈ મિયાત્રા તેના ભત્રીજાના મિત્ર છે અને તેને તેઓએ હાથ ઉછીના ૧૦ હજાર રૂપિયા દોઢ વર્ષ પહેલા આપેલ હતા જે પૈસા તેણે પાછા માગતા સુરેશભાઈ ઉસ્કેરાઈ ગયા હતા અને તેણે ફરિયાદીને માથાના પાછળના ભાગમાં પ્લાસ્ટિકનું કેરેટ માર્યું હતું જેથી તેને માથામાં ઇજા થઈ હતી અને પાર્થ મિયાત્રાએ તેને ગાળોને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી રાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News