મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રકના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા યુવાનનો પગ ચગદાઈ જતાં કાપવો પડ્યો: ગુનો નોંધાયો


SHARE









મોરબી નજીક ટ્રકના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા યુવાનનો પગ ચગદાઈ જતાં કાપવો પડ્યો: ગુનો નોંધાયો

મોરબી નજીકના મકનસર ગામે રહેતા બે મિત્રો બાઈક લઈને ગત શિવરાત્રીના દિવસે મોરબી નજીકના રફાળેશ્વર ગામે ભરાયેલ મેળામાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં રફાળેશ્વર ચોકડી નજીક ટ્રક કન્ટેનરના ચાલકે તેઓના બાઇકને લીધું હતું જેથી કરીને બાઈક પર બેઠેલા એક યુવાનનો પગ ટ્રકના ટાયર નીચે ચગદાઈ ગયો હતો જેથી કરીને તેનો ઢીંચણથી નીચેના ભાગનો જમણો પગ કાપવો પડ્યો છે તેમજ ડાબા પગમાં ફ્રેક્ચર થયેલ છે અને બાઈક ચલાવતા યુવાનને શરીરે ઇજાઓ થઈ હતી જેથી કરીને તે બંનેને સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને ટ્રક કન્ટેનરનો ચાલક તેનું વાહન લઇને ત્યાંથી નાસી ગયો હતો જેથી હાલમાં ભોગ બનેલા એક યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ જુના મકનસર ગામે ભક્તિનગર સોસાયટી શેરી નંબર-૨ માં રહેતા રૂષિકભાઈ હરેશભાઈ બાવળીયા (૧૮) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક કન્ટેનર નંબર જીજે ૧૨ બીઝેડ ૯૬૦૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી પોતાના મિત્ર પાર્થ દિલીપભાઈ (૧૮) ને પોતાના બાઇક નંબર જીજે ૧૩ એજી ૬૪૯૭ માં પાછળ બેસાડીને મોરબી નજીકના રફાળેશ્વર ગામે શિવરાત્રીના દિવસે મેળો ભરાયો હતો ત્યાં મેળામાં જઈ રહ્યા હતા ત્યારે સાંજના આઠેક વાગ્યાના અરસામાં રફાળેશ્વર ચોકડી પાસે ટ્રક કન્ટેનરના ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ડ્રાઇવર સાઈડના પાછળના જોટામાં પાર્થ દિલીપભાઈ નામના ફરિયાદીના મિત્રનો જમણો પગ ચગદાઈ ગયો હતો જેથી કરીને તેનો પગ ઢીંચણથી નીચેના ભાગમાં કાપવો પડ્યો છે અને ડાબા પગમાં પણ ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થઈ હતી તેમજ ફરિયાદીને શરીરે ઇજાઓ થઈ હોવાથી અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જો કે ઈજા પામેલા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં રૂષિકભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

માર માર્યો

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા ગૌરીબેન રમણીકભાઈ ગાંભવા (૪૭) નામની મહિલાને ઘરે તેના પતિએ બોલાચાલી ઝઘડો કર્યા બાદ ઘૂંટણના ભાગે ધોકો માર્યો હતો જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળથી વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

અજાણ્યો પદાર્થ પી લીધો

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કેજીએન પાર્કમાં રહેતા આફતાબ અહમદભાઈ સોલંકી નામના વ્યક્તિએ મોરબીના સાદુળકા નજીક કોઈ અજાણ્યો પદાર્થ પી લીધો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવવાની આગળ વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News