મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમતા ૬ શખ્સો ૨.૨૭ લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE









વાંકાનેરમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમતા ૬ શખ્સો ૨.૨૭ લાખના મુદામાલ સાથે પકડાયા

વાંકાનેરમાં આવેલ જડેશ્વર ચેમ્બરમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમતા હતા ત્યારે ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી અને ત્યારે ટ્રાન્સપોર્ટર સહિત કુલ મળીને ૬ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી રોકડા ૧,૩૭,૫૦૦ તથા મોબાઈલ અને વાહન મળીને કુલ ૨,૨૭,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરમાં આવેલ જડેશ્વર ચેમ્બર-૨ માં ન્યુ અક્ષર ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેથી પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ટ્રાન્સપોર્ટર સહિતના ૬ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે હાલમાં સુભાષભાઈ ગોવિંદભાઈ લોખીલ જાતે આહીર (૫૫, ધંધો ટ્રાન્સ્પોર્ટ રહે. ભાટીયા સોસાયટી મહાવીરપાર્ક વાંકાનેર), કાર્તિકભાઈ ભગવાનજીભાઈ કુણપરા જાતે કોળી (૩૦ ધંધો ટ્રાન્સ્પોર્ટ રહે. નવાપરા શ્રીરામ-કૃષ્ણનગર વાંકાનેર), મીહીરભાઈ જીતેન્દ્રભાઈ દોશી જાતે જૈન (૪૪ ધંધો ટ્રેડીંગ રહે. ચાવડીચોક શેઠશેરી વાંકાનેર), કુલદીપભાઈ ઈશ્ર્વરભાઈ બદ્રકીયા જાતે પ્રજાપતિ (૩૦ ધંધો ટ્રાન્સ્પોર્ટ રહે. હરીપાર્ક ઝાંઝર સિનેમા પાછળ વાંકાનેર), જુગલભાઈ ડાયાભાઈ ધરોડીયા જાતે પ્રજાપતિ (૪૪ ધંધો વેપાર રહે. હરીપાર્ક ઝાંઝર સિનેમા પાછળ વાંકાનેર) અને હીરેનભાઈ જીવરાજભાઈ ધરોડીયા જાતે પ્રજાપતિ (૩૫ ધંધો ટ્રાન્સ્પોર્ટ રહે. વીશીપરા રેલ્વે કોલોની રોડ વાંકાનેર) વાળાનો સમાવેશ થાય છે અને આ શખ્સો પાસેથી પોલીસે હાલમાં રોકડા ૧,૩૭,૫૦૦ તથા મોબાઈલ અને વાહન મળીને કુલ ૨,૨૭,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબી જિલ્લાના કુંભારીયા ગામે રહેતા હંસાબેન કરસનભાઈ લોદરીયા (૬૮) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીના પીપળી રોડ ઉપર આવેલ પાવડયારી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ભોલે હોટલ સામે રસ્તા ઉપર બાઈક સ્લીપ થઈ જવાના કારણે મહિલાને ઇજા થઈ હતી અને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના કેરાળી ગામે રહેતા તુષાર દિનેશપરી ગોસાઈ (૧૬) નામના તરુણને અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરલે છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હજનાળી અને કેરાળી ગામના રસ્તા ઉપર આવેલ માતાજીના મંદિર પાસેથી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈકની આડે ભૂંડ ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જેમાં તુષારને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે






Latest News