બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે પથારીમાં સૂતેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE











મોરબીમાં ઘરે પથારીમાં સૂતેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં રહેતો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઘરે પથારીમાં સૂતો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવી જતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ ૧૦૮ મારફતે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં સાઈબાબા મંદિર પાસે રહેતા જીવનસિંગ વિજેન્દ્રસિંગ રાજપૂત (૪૫) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે પથારીમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું જેથી તેને ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે હાર્ટ અટેકથી યુવાણનું મોત નીપજયું હોવાનું જણાવ્યુ હતું અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જે બનાવની વધુ તપાસ પ્રફુલભાઇ પરમાર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના વનાળિયા ગામે રહેતા સંદીપ ચુનીલાલ (૨૧) નામના યુવાનને મોરબીના શનાળા રાજપર રોડ ઉપર આવેલા મંદિર પાસે વાહન અકસ્માતના બનાવ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તેને સારવાર બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ ખોખાણી શેરીમાં રહેતા ભરતભાઈ મગનલાલ અખાણી (૬૭)  નામના વૃદ્ધ બાઈકમાં મોરબીમાં ગ્રીનચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતના બનાવમાં ભરતભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળ વવધુ તપાસ ભરતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે






Latest News