હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક પરિણીતાની હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE













મોરબી નજીક પરિણીતાની હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબી નજીકના નાનીવાવડી ગામથી બગથળ ગામ તરફ જવાના રસ્તા ઉપર મન દુઃખના કારણે યુવાનની પત્નીને ધરાર ઝેરી દવા પીવડાવી હતી અને જવલંતશીલ પ્રવાહી છાંટી સળગાવી દઈને મારી નાખી હતી જેથી કરીને મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ભડીયાદ રોડ ઉપર જંગલેશ્વર મંદિરની બાજુમાં રહેતા દેવજીભાઈ પ્રવીણભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૨૯) વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જ્યોતિન્દ્ર રજનીકાંત નાગર રહે. ભડીયાદ વાડી વિસ્તાર વાળાની સામે હત્યાની ફરીયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું છે કે, આરોપીએ ફરિયાદીની પત્ની સંગીતાબેન અનુસૂચિત જાતિના હોવાનું જાણવા છતાં તેઓના પત્ની સાથે કોઈ મન દુઃખ થતા ફરિયાદીના પત્ની સંગીતાબેનને ગત તા ૧૧/૨ ના રોજ ધરાર ઝેરી દવા પીવડાવી દીધી હતી અને ત્યારબાદ શરીરે કોઈ જવલંતશીલ પ્રવાહી છાંટીને સળગાવી દઈને મારી નાખી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૦૨, ૩૨૮ અને એટ્રોસિટીની કલમ ૩ (૨) (૫) મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં તપાસનીશ અધિકારી દ્વારા હાલમાં આરોપી જ્યોતિન્દ્ર ઉર્ફે લાલો રજનીકાંત નાગર જાતે મોચી (૨૪) રહે. કુરકશા કોલ ભડીયાદ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે

બાઇક સ્લીપ

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા મોરી મયુરભાઈ બાલાભાઈ (૨૪) નામનો યુવાન મોરબીમાં ત્રિકોણબાગ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં તેનું બાઇક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં ઈજા થવાથી તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં જેલ રોડ ઉપર બાઇક સ્લીપ થતા ડોરીયા આણંદભાઈ મનસુખભાઈ (૨૮) નામના યુવાનને બાઇક સ્લીપ થતાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News