મોરબીના વાવડી રોડ ઉપર રહેણાંક મકાનમાં રેડ, પોસડોડાના જથ્થા સાથે આધેડ પકડાયા મોરબીના હરીપર (કે)-અમરેલી રોડે જુદાજુદા સમયે બે યુવાનોને માર મારીને અજાણ્યા 6 શખ્સોએ ધોળા દિવસે ચલાવી લૂંટ મોરબીના પીપળી ગામ પાસેથી 48 બોટલ દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા: 3.72 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો ટંકારા: સજા પામેલ આરોપીને પકડી રાજકોટ જેલ હવાલે કર્યો માળીયા (મી)ના હરીપર બ્રીજ પાસેથી 242 બોટલો દારૂ-552 બીયરના ટીન ભરેલ કાર સહિત 8.91 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર વાંકાનેરના ધમલપર-2 માં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સ પકડાયા મોરબીમાં સ્પામાં પોલીસે રેડ કરતાં 100 નંગ નિરોધ, 3 બિયરના ટીન અને 24 પેકેટ ગંજીપાના સાથે મહિલા સહિત ત્રણ પકડાયા
Breaking news
Morbi Today

અમદાવાદના બુટલેગર જીમીત પટેલને મોરબીમાં ગોડાઉન ભાડે આપનારા શખ્સની ધરપકડ


SHARE

















અમદાવાદના બુટલેગર જીમીત પટેલને મોરબીમાં ગોડાઉન ભાડે આપનારા શખ્સની ધરપકડ

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ લાલપર ઇન્ડસ્ટ્રીઝ-૫ મા શ્રીરામ ગોડાઉન ધરાવતા શખ્સે તેનું ગોડાઉન સાન્વી ટ્રેડિંગ નામે જ્યાં ત્રણ જિલ્લાના દારૂનો ધંધો કરતાં અમદાવાદના લીસ્ટેડ બુટલેગરને ભાડે આપ્યું હતું અને ગોડાઉન ભાડે આપ્યું તેની કે પછી ત્યાં કામ કરતાં શ્રમિકોની કોઈ માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી ન હતી જેથી કરીને હાલમાં ગોડાઉનના માલિક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાહેરમાં ભંગનો ગુનો નોંધીને પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ લાલપર ઇન્ડસ્ટ્રીઝ-૫ માં શ્રીરામ ગોડાઉન ખાતે રેડ કરવામાં આવી હતી ત્યારે અમદાવાદના લીસ્ટેડ બુટલેગર જીમિત પટેલનો ૧.૫૧ કરોડનો દારૂનો જથ્થો ત્યાંથી મળી આવ્યો હતો તેમજ વાહનો સહિત કુલ મળીને પોલીસે ૨.૨૦ કરોડનો મુદામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને ગોડાઉનના મેનેજર રમેશ પટણી સહિત ૧૦ આરોપીઓને પકડ્યા હતા ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને ૨૧ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં મુખ્ય આરોપી જીમિત પટેલ તથા તેના બે રાજસ્થાની ભાગીદારો સહિતના ૧૧ આરોપીઓને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે તેવામાં જે ગોડાઉનની અંદર આ દારૂનો જથ્થો છેલ્લા પાંચ મહિનાથી ઉતારીને મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ત્યાંથી કટીંગ કરીને દારૂ સપ્લાય કરવામાં આવતી હતી તે ગોડાઉનના માલિક દ્વારા સાન્વી ટ્રેડિંગ નામે જે ભાડા કરાર કરેલ છે તેની કોઈ માહિતી કે ત્યાં કામ કરતા શ્રમિકોની કોઈ માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપી ન હતી જેથી કરીને જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી ગોડાઉનના માલિક ભવાનીસિંહ વિક્રમસિંહ જાડેજા જાતે દરબાર (૩૩) રહે. આશાપાર્ક સોસાયટી સર્કિટ હાઉસની બાજુમાં માળીયા ફાટકની પાસે સામાકાંઠે મોરબી-૨ મૂળ રહે. ખીડોઇ તા.અંજાર જીલ્લો કચ્છ (ભુજ) ની સામે પણ ગુનો નોંધીને પોલીસે તેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News