હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

શું દેશી દારૂના ધંધા બંધ કરવા પણ વિજિલન્સે રેડ કરવી પડશે..? : મોરબીના ઘુંટુ ગામે દેશી દારૂ લેવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો, યુવાન રાજકોટ ખસેડાયો


SHARE







શું દેશી દારૂના ધંધા બંધ કરવા પણ વિજિલન્સે રેડ કરવી પડશે..? : મોરબીના ઘુંટુ ગામે દેશી દારૂ લેવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો, યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી જિલ્લામાં બેરોકટોકપણે દેશી-વિદેશી દારૂ તથા કોડીન કફ સિરપ જેવો જથ્થો તેમજ ડ્રગ્સ સહિતની વસ્તુઓ માંગો ત્યારે મળે તેવો ઘાટ છે અને જિલ્લાની પોલીસનો પનો ટૂંકો પડતો હોય તેમ સમયાંતરે વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી રહી છે.છતાં પણ સ્થાનિક પોલીસની આંખ ઉઘડતી નથી અને દારૂના વેપલામાં કોઈનો જીવ જાય તો પણ પોલીસને કોઈ ફેર પડતો નથી તેવો ઘાટ હાલ મોરબીમાં જોવા મળી રહ્યો છે.કારણ કે મોરબીના ઘુંટુ ગામ પાસે દારૂનું વેચાણ ચાલતું હોય અને ત્યાં દારૂ લેવા માટે ગયેલા યુવાન ઉપર પૈસાની બાબતમાં ગેરસમજ થતા દારૂ વેચનાર છાપેલ કાટલા જેવા બુટલેગર દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં ઇજા પામેલા યુવાનને રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ સુરેન્દ્રનગરના નવાગામ તાલુકાના તારાકોટા ગામના રહેવાસી અને હીલમાં ઘુંટુ રોડ ઉપરના એપોલો કારખાના પાસે આવેલી શિવપાર્ક સોસાયટી નામની સોસાયટીમાં રહીને અહીં મજૂરી કામ કરતો જગદીશ ગોધાભાઇ ઉર્ફે ગુગાભાઈ ગોધરવાડીયા જાતે ઠાકોર નામનો ૩૦ વર્ષનો યુવાન મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ કેનાલ નજીક વેચાતા "દેશી દારૂના પોઇન્ટ" ખાતે દારૂ લેવા માટે ગયો હતો અને ત્યાં તેણે દારૂ લેવા માટે રૂા.૫૦૦ ની નોટ આપી હતી અને સામેવાળાને લાગ્યું કે રૂા.૧૦૦ ની નોટ હશે અને આ નજીવી વાતને લઈને પૈસાની લેતી દેતીના ડખ્ખામાં દારૂ લેવા ગયેલા જગદીશભાઈ ઠાકોર ઉપર સામેવાળા દારૂ વેચનાર ધીરૂ કેસાભાઇ દેવીપુજક (ઉમર ૬૦) રહે.શિવપાર્ક સોસાયટી ઘુંટું રોડ એપોલો કારખાના નજીકવાળાએ છરી વડે હુમલો કર્યો હતો.જેથી ઇજા પામેલા જગદીશ ઠાકોરને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ નાજુક જણાતા હાલ રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.હોસ્પિટલ ખાતેથી આ બનાવની યાદી આવતા હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરાય છે.આ મારામારીના બનાવમાં સામેવાળા ધીરૂ કેસા દેવીપૂજક નામના ૬૦ વર્ષના વૃદ્ધને પણ ઈજા થતા તેને દાખલ કરાયો હોવાનું જાણવા મળેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના વીસીપરા વિસ્તારમાં, કાલિકા પ્લોટ વિસ્તારમાં, ભીમસર વિસ્તારમાં, ઇન્દિરાનગર તેમજ મહેન્દ્રનગરના ધાયડી વિસ્તાર તેમજ ઘુંટુ રોડ, લખધીરપુર રોડ અને માટેલ રોડ, સરતાનપર રોડ તેમજ ખાસ કરીને જાંબુડીયા, લાલપર તથા રફાળેશ્વર ગામે છૂટથી માંગો ત્યારે માંગો તેટલો દેશી અને વિદેશી દારૂ મળી રહે છે.જે નરી વાસ્તવિકતા છે અને દારૂના પીધા બાદ ઝઘડાના બનાવો પણ એટલા જ બને છે.છતાં દેશી દારૂના વેપલામાં પોલીસને શું રસ છે..? તે સમજાતું નથી શા માટે કડકપણે દેશી દારૂને જીલ્લામાંથી દેશવટો આપવામાં આવતો નથી..? તે પણ ઉચ્ચ કક્ષાએથી એક તપાસનો વિષય છે.શું દેશી દારૂના ધંધાઓને બંધ કરવા પણ વિજિલન્સે રેડ કરવી પડશે..? તેવુ લોકો કટાક્ષમાં બોલી રહ્યા છે.






Latest News