બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહકને ખરાબ ઘરઘંટી બદલ વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE











મોરબીમાં ગ્રાહકને ખરાબ ઘરઘંટી બદલ વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ કમિશને મોરબી સ્થિત ઘરઘંટીનાં ડિલરને બગડી ગયેલ ઘરઘંટી આપવા બદલ ગ્રાહકને ઘરઘંટીની કિંમત ૯ ટકા વ્યાજ સાથે આપવા આદેશ કરેલ છે તેમજ ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસ માટે ૪૦૦૦ રૂપિયા આપવાનો હુકમ કરેલ છે.

મોરબીનાં રૂષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણચંન્દ્ર હદવાણીએ રસોઇશોપ નામની દૂકાનેથી ઘરઘંટી ૧૧,૫૦૦ માં ખરીદી હતી અને દૂકાનવાળાએ જણાવ્યું હતું કે, થોડા દિવસોમાં તેમને ઘરઘંટી કેમ ચલાવવી તેનો ડેમો આપશે પણ વારંવાર ફોન કરવા છતાં કોઇ આવ્યું ન હતુ. ત્યારબાદ ૨૦૨૩ નાં માર્ચ મહિનામાં ટેકનિશીયન તેમના ઘરે આવેલો અને ઘરઘંટી ચલાવી આપી હતી પણ બીજા દિવસે ફરી વખત તે બંધ થઈ ગયેલ હતી જેથી પ્રવિણચંદ્રએ વારંવાર દુકાને ફોન કરીને ફરિયાદ કરેલ હતી તો પણ કોઈ જવાબ તેને આપવામાં આવ્યો ન હતો જેથી કરીને પ્રવિણચંદ્ર હદવાણીએ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણનો સંપર્ક કર્યો આતો અને વિદિવત દાવો કર્યો હતો જે કેસ ચાલી જતા કોર્ટે ગ્રાહકને માનસિક ત્રાસ અમે ખર્ચના ચાર હજાર રૂપિયા તેમજ ઘરઘંટીનાં રૂપિયા ૯ ટકાના વ્યાજ સહિત પાછા આપવા માટે હુકમ કરેલ છે






Latest News