મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાની વિદ્યાર્થિનીએ ઓપરેશનની ગણતરીની કલાકોમાં આપી બોર્ડની પરીક્ષા


SHARE









ટંકારાની વિદ્યાર્થિનીએ ઓપરેશનની ગણતરીની કલાકોમાં આપી બોર્ડની પરીક્ષા

ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની જ્હાનવીબા કિશોરસિંહ ઝાલા કે, જેઓ ધો. ૧૨ આર્ટ્સમાં અભ્યાસ કરે છે. અને હાલે એચએસસી બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે સંસ્કૃતનું પેપર હતું. તે પહેલા ગઈકાલે રાત્રે પેટનો અસહ્ય દુખાવો થતાં ઇમર્જન્સી એપેંડીક્ષનું ઓપરેશન આવ્યું હતું અને જેથી પરિવાર ચિંતામાં મુકાયો હતો અને રાજકોટ સાર્થક હોસ્પિટલમાં ડો. વિવેક જીવાણી, ડો.અમિત પટેલ, અને ડો. પુનિત ઠોરીયા, અમિત રૂપાલા આ અંગે પરીક્ષા કેન્દ્રના શિક્ષણ વિભાગને વાત કરી પરમીશન લેવા જણાવ્યું હતું અને શિક્ષકો અને તંત્ર દ્વારા તાત્કાલિક નિયમોનુસાર કાગળ કરી તાકીદે દવાખાનાથી એમ્બ્યુલન્સ દ્વારા પરીક્ષા સ્થળ સુધી લાવ્યા હતા અને પરીક્ષા સ્થળે તેમના માટે અલગ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી તેઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી હતી ત્યારે શિક્ષકો તથા ડોક્ટરોની ટિમ ત્યાં ખડેપગે રહી હતી.




Latest News