મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી રોકડા ૧.૭૦ લાખની ચોરીના ગુનામાં પૂર્વ કર્મચારીની ધરપકડ


SHARE









મોરબીમાં હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી રોકડા ૧.૭૦ લાખની ચોરીના ગુનામાં પૂર્વ કર્મચારીની ધરપકડ

મોરબી શહેરના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ ગોકુલ હોસ્પિટલમાં આવેલા મેડિકલ સ્ટોરમાં પ્રવેશ કરીને ત્યાં ટેબલના ખાનામાં રાખવામા આવેલ રોકડા ૧.૭૦ લાખની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને દ્વારા અજાણ્યા શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં હોસ્પીટલમાં જ નર્સિંગ સ્ટાફ તરીકે અગાઉ કામ કરતાં પૂર્વ કર્મચારીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલા રૂપિયા પણ પોલીસે રિકવર કરી લીધેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ નજીક આવેલ ગોકુલમથુરામાં આવેલ ધ્યેય એપાર્ટમેન્ટમાં રહેતા વિમલભાઈ જેરામભાઈ બોડા જાતે પટેલ (૩૯)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબીના સાવસર પ્લોટ શેરી નં-૧૨ માં ગોકુલ હોસ્પિટલ આવેલ છે અને તેમાં કાર્યરત આર્ય મેડિકલ સ્ટોરમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ડોક્ટરની ઓફિસમાંથી ચાવી મેળવીને મેડિકલ સ્ટોરનો દરવાજો ખોલી મેડિકલ સ્ટોરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં ટેબલના ખાનામાં રાખવામાં આવેલા ૧.૭૦ લાખ રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવી હોવા અંગેની યુવાને નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.વી. પાતાળિયા સહિતની ટીમ ચલાવી રહી હતી અને હોસ્પિયલના સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવતા આ હોસ્પિટલમાં અગાઉ નસિંગના સ્ટાફ તરીકે કામ કરતા હિતેન ઉર્ફે નૈતિક રાજેશભાઈ જોશી (૨૨) રહે. હાલ મોરબી મૂળ રહે. પઢિયારકા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ રૂપિયા પોલીસે રિકવર કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ આ શખ્સ પહેલા ત્યાં નોકરી કરતો હતો જેથી ચાવીઓ કયા રાખવામા આવે છે તેની માહિતી તેની પાસે હતી અને ત્યનો સ્ટાફ આરોપીને જાણતો હોવાથી તે ઘણી વખત ત્યાં રાતે આવતો હતો અને તકનો લાભ લઈને તેને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો હાલમાં પોલીસે આરોપીના રિમાન્ડ લેવા તજવીજ હાથ ધરી છે




Latest News