મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રાસંગપર નજીક વાડીએથી કપડાં ધોઈને ઘરે પરત જતાં આધેડ મહિલાને કાર ચાલકે ઉડાવ્યા: ગુનો નોંધાયો


SHARE









માળીયા (મી)ના રાસંગપર નજીક વાડીએથી કપડાં ધોઈને ઘરે પરત જતાં આધેડ મહિલાને કાર ચાલકે ઉડાવ્યા: ગુનો નોંધાયો

માળીયા મીયાણા નજીક આવેલ રાસંગપર ગામના પાટીયાથી થોડે આગળના ભાગમાં વાડીએ કપડાં ધોવા માટે થઈને આધેડ મહિલા તેના પતિ સાથે ગયા હતા અને ત્યાંથી કપડાં ધોઈને પરત આવી રહ્યા હતા ત્યારે કાર ચાલકે પગપાળા જઈ રહેલા મહિલાને હડફેટે લીધા હતા જેથી તેને જમણા પગના ઘૂંટણ, ડાબા પગના પંજા, થાપા અને મણકાના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ થઈ હતી અને ગળાના ભાગે પણ ઇજા થયેલ છે જેથી તે મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને બાદમાં તેના પતિ દ્વારા હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણામાં જુના રેલ્વે સ્ટેશન પાસે રહેતા રસુલભાઈ જુમાભાઇ સમાણી જાતે મિયાણા (૫૨)એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અલ્ટો ગાડી નંબર જીજે ૭ એઆર ૨૧૩૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, માળીયા મિયાળામાં જામનગર હાઇવે રોડ ઉપર આવેલ રાસંગપર ગામના પાટીયાથી થોડેક આગળના ભાગમાં તેઓની વાડીએ કપડાં ધોવા માટે થઈને તેમના પત્ની રોશનબેન (૫૨) ની સાથે તેઓ ગયા હતા અને ત્યાંથી પરત ફરતા હતા ત્યારે કાર ચાલકે રોશનબેનને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને તેઓને જમણા પગમાં ઘૂંટણની નીચેના ભાગમાં, ડાબા પગના પંજામાં, થાપાના ભાગે અને મણકામાં ફ્રેક્ચર થયેલ છે તેમજ ગળાના ભાગે પણ ઈજા થઈ હોવાથી હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ રસુલભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના જી.પી. મારૂણીયા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રઘુકૃપા રેસીડેન્સી ખાતે રહેતા નીતિનભાઈ ઈશ્વરભાઈ વિડજા (૩૨) નામનો યુવાન મોરબી નજીકના ઊંચી મેડલ ગામ પાસે શ્યામ કોમ્પલેક્ષમાં હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં તેને ઈજા થઈ હતી અને ઈજા પામેલા હાલતમાં નીતિનભાઈને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે




Latest News