મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સ પકડાયો, એકની શોધખોળ


SHARE







મોરબીમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સ પકડાયો, એકની શોધખોળ

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર ઓનલાઇન એપ્લિકેશનમાં પંજાબ અને દિલ્હી વચ્ચે ચાલતી આઈપીએલની ક્રિકેટ મેચ જોઈને એક શખ્સ રનફેરનો ક્રિકેટ સટ્ટો રમી રહ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૨૦૦ રૂપિયા રોકડા તથા બે મોબાઈલ ફોન એમ કુલ મળીને ૧૩,૨૦૦ ની કિંમતનો મુદામાલ કબજે કર્યો છે અને તે જેની સાથે જુગાર રમતો હતો તેનું પણ નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના આયોધ્યાપુરી મેઇન રોડ ઉપર અલ્ટ્રા ફાસ્ટ ક્રિકેટ લાઈવ ઓનલાઈન એપલીકેશન મારફતે પંજાબ અને દિલ્હી વચ્ચે ચાલતી આઈપીએલની ક્રિકેટ મેચ જોઈને વિનોદભાઈ ચકુભાઈ પટેલ (૪૨) રહે. શિવવિલા સોસાયટી નાની વાવડી તાલુકો મોરબી વાળો રનફેરનો જુગાર રમતો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૨૦૦ રોકડા અને બે મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧૩,૨૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને જીસાનભાઇ ચાનિયા રહે. મોરબી વાળાની સાથે જુગાર રમતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બંને શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને જીસાનભાઇ ચાનીયાને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના જેતપર ગામે ખારાકુવા વાળી શેરીમાં રહેતા સુરેશભાઈ મગનભાઈ અમૃતિયા (૪૯) નામના આધેડ બાઇક લઈને અણીયારી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે આગળના ભાગે બસ આડી હોય તેઓ તેનો ઓવરટેક કરી આગળ જવા જતા કાર સાથે અથડાયા હતા જેથી કરીને અકસ્માતના બનાવમાં તેને ઈજાઓ થઈ હતી અને ઇજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News