મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

લોકસભાની સુરેન્દ્રનગર બેઠક માટે ભાજપના ઉમેદવાર મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ચંદુભાઈ સિહોરા


SHARE









ગુજરાતની 26 લોકસભાની બેઠકોમાંથી ભાજપ દ્વારા અમુક બેઠકોના ઉમેદવારોના નામ પહેલા જાહેર કરી દેવામાં આવ્યા હતા જો કે મોરબી જિલ્લાને સ્પર્શતી સુરેન્દ્રનગર લોકસભાની બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું અને આજે ભાજપ દ્વારા તેના બાકી રહેલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગર બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ચંદુભાઈ સિહોરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે

ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા ચંદુભાઈ સિહોરા મૂળ હળવદ તાલુકાના કેદારીયા ગામના રહેવાસી છે અને મોરબી જિલ્લા પંચાયતની ગત ચૂંટણી બાદ પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ તરીકેની જવાબદારી મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપ દ્વારા તેઓને સોંપવામાં આવી હતી અને તેઓના શાસન દરમિયાન મોરબી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટેના અનેકવિધ કામો કરવામાં આવ્યા હતા અને હાલમાં તેઓની પસંદગી લોકસભાની સુરેન્દ્રનગર બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ પરિવારમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે

 




Latest News