મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હોળીના દિવસે માથું લોહીથી રંગાયું !: ટંકારામાં દીકરી સાથે વાતચીત કરનારા યુવાનને માથામાં પાઇપ ફટકાર્યો, ત્રણ સામે ફરિયાદ


SHARE









હોળીના દિવસે માથું લોહીથી રંગાયું !: ટંકારામાં દીકરી સાથે વાતચીત કરનારા યુવાનને માથામાં પાઇપ ફટકાર્યો, ત્રણ સામે ફરિયાદ

ટંકારા તાલુકાનાં છત્તર ગામે રહેતા યુવાનને તે ગામમાં રહેતા શખ્સની દીકરી સાથે વાતચીત કરવાના સંબંધ હતા જે તેઓને સારું નહીં લગતા ત્રણ શખ્સોએ તેને માર માર્યો હતો અને ત્યારે તે યુવાનને માથાના ભાગે લોખંડનો પાઇપ માર મરવામાં આવતા તેને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તેને માથામાં ટાંકા આવ્યા હતા જેથી યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં છત્તર ગામે રહેતા રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ દેવજીભાઇ સારેસા જાતે અનુ.જાતી (૨૩)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ભરતભાઇ અરવિંદભાઇ રાઠોડ, વિનોદભાઇ બાલાભાઇ રાઠોડ અને રોહીતભાઇ વિનોદભાઇ રાઠોડ રહે. બધા છત્તર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેને આ કામના આરોપીની દિકરી કોમલ સાથે અગાઉ વાતચીત કરવાના સંબંધ હતા જે આ કામના આરોપીઓને જાણ થતા તે સારૂ નહી લાગતા આરોપી ભરતભાઇ અરવિંદભાઇ રાઠોડ અને વિનોદભાઇ બાલાભાઇ રાઠોડે તેને ઢીકા પાટુનો મુંઢ માર મારી તેમજ ગાળો આપેલ હતી તેમજ તેમજ આરોપી રોહીતભાઇ વિનોદભાઇ રાઠોડે તેના હાથમા રહેલ લોખંડનો પાઇપ ઝપાઝપીમા ફરીયાદીને માથાના ભાગે મારી દેતા તેને માથામાંથી લોહી નિકળવા લાગ્યું હતું અને તેને માથાના ભાગે બે ટાંકા આવ્યા હતા જેથી યુવાને સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News