મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ગાળા-સાપર વચ્ચે દારૂ ભરેલ ગાડી પલ્ટી: ઇજા પામેલા ત્રણ શખ્સો સારવારમાં


SHARE







મોરબીના ગાળા-સાપર વચ્ચે દારૂ ભરેલ ગાડી પલ્ટી: ઇજા પામેલા ત્રણ શખ્સો સારવારમાં

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાંથી શાપર તરફ જવાના રસ્તા ઉપરથી સ્વિફ્ટ ગાડી પસાર થઈ રહી હતી જે ગાડી પલટી મારી જતાં તેમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયા હતા અને ત્યાં બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ ઉપર જઈને ચેક કરતાં અકસ્માત થયેલ ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતી જેથી પોલીસે હાલમાં તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાંથી શાપર તરફ જવાના રસ્તા ઉપરથી દારૂ ભરેલ સ્વિફ્ટ ગાડી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર તે સ્વિફ્ટ ગાડી પલટી મારી ગઈ હતી જેથી તે ગાડીમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે સ્થળ ઉપર જઈને ચેક કરતાં સ્વિફ્ટ ગાડી નંબર જીજે ૩૬ એફ ૮૨૦૧ માંથી ૧૨૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૪૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તથા એક લાખ રૂપિયાની કિંમતની ગાડી એમ કુલ મળીને ૧,૦૨,૪૦૦ ની કિંમતનો મુદામાલ કબજે કરેલ છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આરોપી વસીમ અનવર માલાણી જાતે મિયાણા (૨૫) રહે. કાંતિનગર માળિયા ફાટક પાસે મોરબી, સુલેમાન અયુબભાઈ પારડી જાતે મિયાણા (૩૦) રહે. ચીખલી તાલુકો માળીયા મીયાણા અને મનીષભાઈ ઉર્ફે મોન્ટુ રાજુભાઈ મકવાણા જાતે કોળી (૨૩) રહે. પીપળી રોડ મનીષ કાંટા પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ત્રણ બોટલ દારૂ

મોરબીના વિસ્તારમાં આવેલ ગર્લ્સ હાઇસ્કુલ સામે મેઇન રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૯૦૦ ની કિંમતની દારૂની બોટલો સાથે ધર્મેન્દ્રભાઈ જગદીશભાઈ ભડાણીયા જાતે કોળી (૨૨) રહે. ભારતનગર મફતીયુપરુ સર્કિટ હાઉસ સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રમીઝભાઇ રફીકભાઇ બ્લોચ રહે વીસીપરા મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે

એક બોટલ દારૂ

મોરબીના વીસીપરા વિસ્તારમાં મેઇન રોડ ઉપર આવેલ વેલનાથ પાન સામેથી સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૦૭૬૬ પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે રિક્ષામાંથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસને ૩૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ અને ૮૦,૦૦૦ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૮૦,૩૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે કપિલભાઈ ઉર્ફે પ્રકાશભાઈ બચુભાઈ સનારીયા જાતે અનુ. જાતી (૩૪) રહે. નવલખી રોડ રણછોડનગર સરદારજીના બંગલા પાસે હુસેનભાઇ જેડાની સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News