મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપી જેલ હવાલે


SHARE







મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપી જેલ હવાલે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીના ભોળપણનો લાભ લઇને તેણીનું લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે અપહરણ કરી જવામાં આવ્યું હતું અને દરમિયાનમાં શખ્સ દ્વારા તે સગીરાની સાથે દુષ્કર્મ પણ આચારવામાં આવ્યું હતું.હાલ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અપહરણ, બળાત્કાર તેમજ પોકસોના ગુનામાં પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

 

આ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી કે જે બ્યુટી પાર્લરનું કામકાજ કરવા માટે બહાર નીકળતી હોય દરમ્યાનમાં તે સગીરાની સગીરાવસ્થાનો અને ભોળપણનો લાભ લઇને તેણીને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે એક શખ્સ દ્વારા સગીરાનું અપહરણ કરી જવામાં આવ્યું હતું.જેથી ભોગ બનેલ સગીરાના પરિવાર દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તા.૧૯-૩ ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તેની તપાસ પીઆઇ કે.એમ. છાસિયા તથા રાઇટર મહેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો હોય ગણતરીના દિવસોમાં સગીરાનું અપહરણ કરીને તેણીની સાથે દુષ્કર્મ આચરનાર જીગ્નેશ ઉર્ફે ભીખો રમેશભાઈ ગણેશિયા (ઉમર ૨૪) ધંધો ફર્નિચર કામ રહે.ઇન્દીરાનગર ધર્મનગર વિસ્તાર મહેન્દ્રનગર ગામની પાસે સામાકાંઠે મોરબી-૨ ની તા.૨૫-૩ ના સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં ત્રાજપર ચોકડી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.હાલ કોર્ટ દ્વારા આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવતા પોલીસ દ્વારા જીગ્નેશ ગણેશિયાને જેલ હવાલે કરવામાં આવ્યો છે.વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ભોગ બનેલ સગીરા પરિવારજનોની સાથે જવા ઈચ્છતી ન હોય હાલ તેણીને વિકાસ વિદ્યાલય ખાતે મુકવામાં આવી છે.

મારામારીમાં ઇજા થતા સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા વિપુલભાઈ કલાભાઈ સાલાણી જાતે કોળી નામના ૨૧ વર્ષના યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા વાંકાનેર ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો જ્યાંથી યાદી આવતા બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

માળીયા મીંયાણા તાલુકાના કુંભારીયા ગામે આવેલા ઉમિયાનગરમાં શેરી નંબર-૧ માં રહેતો મયુર માવજીભાઈ લોરીયા નામનો ૨૬ વર્ષનો યુવાન કામ સબબ ખાખરેચી ગામે ગયો હતો અને ત્યાંથી પરત તે કુંભારીયા જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઇકની આડે અચાનક રોજડુ (જંગલી પશુ) આડુ ઉતરતા તેને અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી શહેરના સામાકાંઠેની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને તપાસ કરાઈ હતી.

બાળક સારવારમાં

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલા સિલ્વર પાર્ક નજીક રહેતો પાર્થ મનીષભાઈ સીપરા નામનો ૧૩ વર્ષનો બાળક તેના ઘર પાસે હતો ત્યારે ત્યાં કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટ લીધો હતો જેથી ઇજા પામેલ પાર્થ સીપરા નામના બાળકને સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.હોસ્પીટલેથી યાદી આવતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરે નોંધ કરીને બનાવની તપાસ કરી હતી.






Latest News