મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામના પાટિયા પાસે અકસ્માત કરીને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ટ્રેલરના ચાલકની ધરપકડ


SHARE











મોરબીના સોખડા ગામના પાટિયા પાસે અકસ્માત કરીને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ટ્રેલરના ચાલકની ધરપકડ

માળીયા મીયાણા ખાતે રહેતો અને સોખડા ગામ પાસે આવેલ કારખાનામાં સફાઈનું કામ કરતો યુવાન પોતાનું કામ પૂરું કરીને બાઇક લઈને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં સોખડા ગામના પાટીયા પાસે તે રોડ સાઈડમાં પોતાનું બાઈક લઈને ઉભો હતો ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે અચાનક વળાંક લઈ લેતા તે યુવાનને બાઇક સહિત હડફેટે લીધો હતો અને તે યુવાનને હાથપેટ અને થાપાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેની ફરિયાદ આધારે પોલીસે આરોપી ટ્રક ટ્રેલરના ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શિવમ પાર્ક ઉમિયા પાર્કની અંદરના ભાગમાં રહેતા નવીનભાઈ મગનભાઈ વાણીયા જાતે વાલ્મિકી (૩૮)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલર નંબર આરજે ૩૨ જીડી ૩૩૫૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, માળીયા મીયાણા ખાતે રહેતા તેના મોટાભાઈ મેહુલભાઈ મગનભાઈ વાણીયા જાતે વાલ્મિકી (૪૩) સોખડા ગામ પાસે આવેલ કારખાનામાં સફાઈ કામ કરવા માટે થઈને આવ્યા હતા અને ત્યાં પોતાનું કામ પૂરું કર્યા બાદ તેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા અને સોખડા ગામ તરફથી પૂર ઝડપે આવી રહેલ ટ્રક ટ્રેલરના ચાલકે અચાનક જ વળાંક લઈ લેતા સોખડા ગામના પાટિયા પાસે રોડ સાઈડમાં ઉભેલા ફરિયાદીના મોટાભાઈ મેહુલભાઈને તેના બાઈક નંબર જીજે ૩ એડી ૪૦૭૯ સાથે હડફેટે લીધા હતા અને ત્યારે તેને હાથપેટ અને થાપાના ભાગે ઇજાઓ થઇ હોવાથી મેહુલભાઈનું મોત નીપજ્યું હતું જેની ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં આરોપી રામઅવતાર ગિરિરાજપ્રસાદ ગુર્જર (૪૫) રહે. બહારપુર કિશનગઢ અલવર રાજસ્થાન વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બ્લેડ વડે ઇજા

મોરબી શહેરમાં ગેંડા સર્કલ પાસે રહેતા દેવા રવજીભાઈ વાઘેલા (૩૦) નામના યુવાને પોતે પોતાના જાતે છાતીએ બ્લડ વડે ઇજા કરી લીધી હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એચ.એમ. મકવાણા દ્વારા કરવામાં આવી છે






Latest News