મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી માટે બેટરી ટેસ્ટનું આયોજન


SHARE











મોરબી જિલ્લામાં પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી માટે બેટરી ટેસ્ટનું આયોજન

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત આયોજિત ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન દ્વારા યુવા પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે મોરબી જિલ્લામાં તા.૩૦/૩ થી ૨/૪ સુધી જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટનું આયોજન થનાર છે. જેમાં જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટમાં ખેલ મહાકુંભ-૨.૦ અંતર્ગત તાલુકા કક્ષા સ્પર્ધામાં પસંદગી પામેલ ખેલાડીઓ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલ ખેલાડીઓ, તેમજ એસ.એ.જી સ્પોર્ટ્સ સ્ટાફ દ્વારા જે તે શાળાઓની વિઝીટ કરીને પસંદગી પામેલ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ વિદ્યાર્થીઓ બેટરી ટેસ્ટમાં ભાગ લઈ શકશે.

મોરબી જિલ્લાના મોરબી અને ટંકારા તાલુકામાં બેટરી ટેસ્ટ તારીખ ૩૦ માર્ચ ૨૦૨૪ ના રોજ ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, લજાઈ ચોકડી, મોરબી રાજકોટ રોડ ખાતે યોજવામાં આવશે. જેમાં મોરબીના  કન્વીનર  DLSS કોચ વિજય ચૌધરી (૯૬૩૮૮૧૭૭૩૮) તથા ટંકારામાં કોચ હર્ષદ પટેલ (૯૩૨૭૩૬૪૩૫૯) છે. મોરબી જિલ્લાના વાકાનેર અને માળીયા મિયાણા તાલુકામાં બેટરી ટેસ્ટ તારીખ ૧ એપ્રિલ ૨૦૨૪ ના રોજ ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, લજાઈ ચોકડી, મોરબી રાજકોટ રોડ ખાતે યોજવામાં આવશે. જેમાં વાકાનેરના કન્વીનર  ઇન.-સ્કૂલ ટ્રેનર વિજય બગડા (૯૧૦૪૫૯૭૩૮૭) તથા માળીયા મિયાણામાં DLSS કોચ પંકજ કુમાર (૯૮૭૩૫૭૩૬૭૨) છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં બેટરી ટેસ્ટ તારીખ ૨ એપ્રિલ ૨૦૨૪ ના રોજ ઉમા કન્યા વિદ્યાલય ખાતે યોજવામાં આવશે. જેના કન્વીનર  ઇન. સ્કૂલ ટ્રેનર પ્રકાશ જોગરાણા (૬૩૫૧૧૨૩૩૭૩) છે.






Latest News