મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી  : ટેકનોલોજીના યથાર્થ ઉપયોગ થકી નિષ્પક્ષ ચૂંટણી માટે વિવિધ એપ્લિકેશનો અને પોર્ટલ ખૂબ જ ઉપયોગી


SHARE







મોરબી  : ટેકનોલોજીના યથાર્થ ઉપયોગ થકી નિષ્પક્ષ ચૂંટણી માટે વિવિધ એપ્લિકેશનો અને પોર્ટલ ખૂબ જ ઉપયોગી

KYC, Saksham, VHA, Suvidha Candidate તથા cVIGIL જેવી એપ્લીકેશન્સ થકી મતદારો તથા ઉમેદવારોને મળે છે આંગળીના ટેરવે માર્ગદર્શન, જિલ્લાના મતદારો માટે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ એપ્લિકેશન્સ બનશે ઉપયોગી
 
મોરબી જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના પર્વ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને, તે માટે મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કે.બી.ઝવેરીએ જણાવ્યું હતું કે ચૂંટણી અન્વયે નિષ્પક્ષ મતદાન થાય તથા તમામ નાગરિકો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય ચૂંટણી પંચના દિશા નિર્દેશ અનુસાર જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. લોકશાહીના આ અનેરા અવસરમાં સહભાગી થવા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નવા મતદારોમાં ચૂંટણી કાર્ડ અંગે, મતદાર યાદીમાં નામ અંગે તથા મતદાન મથક અને બૂથ લેવલ ઓફિસર(BLO) જેવા ઘણા પ્રશ્નો ઉદભવતા હોય છે. ECI દ્વારા મતદારો તેમજ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની એપ્લીકેશન્સ ઉ૫લબ્ધ કરાવવામા આવેલ છે. જે પૈકી KYC, Saksham, VHA, Suvidha Candidate તથા cVIGIL જેવી એપ્લીકેશન્સ દરેક મતદારો તેમજ ઉમેદવારો માટે ઉપયોગી સાબીત થાય છે.મોરબી જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોને વોટર હેલ્પલાઇન એપ(VHA), વોટર હેલ્પલાઇન એપ એ મતદારોના અનેક સવાલોનું ડિજીટલ સમાધાન અને સમસ્યાઓનું 'વન સ્ટોપ સોલ્યુશન' છે. આ એપ પરથી નવા મતદાર તરીકે અરજી માટેનું ફોર્મ, ટ્રાન્સફર અથવા શિફ્ટિંગ માટેનું ફોર્મ, મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટેનું કે સુધારા માટેનું ફોર્મ વગેરે જેવાં ફોર્મ ભરીને અરજી કરી શકે છે. મતદારો મતદાર યાદીમાં તેમનું નામ ચકાસી શકે છે.મતદારો તેમના મતદાન મથકની વિગતો સહિત તેમના BLO(બૂથ લેવલ ઓફિસર)/ERO(ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ) ની વિગતો મેળવી શકે છે.મતદાતાઓ આ એપ પરથી e-EPIC(ઈ - ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ) પણ ડાઉનલોડ કરી શકે છે. ડુપ્લીકેટ e-EPIC(ઈ - ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ) મેળવી શકે છે.પોતાની અરજીની સ્થિતિ ચકાસી શકે છે.અરજી કરેલ ફોર્મ સેવ કરી શકાય છે.ફરિયાદ કરી શકાય છે તથા કરેલી ફરિયાદની સ્થિતિ જોઈ શકાય છે.ઉમેદવારની પ્રોફાઈલ અને એફિડેવિટ મેળવી શકાય છે, ડાઉનલોડ કરીને શેર કરી શકાય છે.ચૂંટણી પરિણામો મેળવી શકાય છે.KYC (Know Your Candidate) Application જેમાં KYC App ૫ર ઉમેદવારોને નામથી શોઘી શકાય છે તથા જોઇ શકાય છે. KYC App ૫ર ઉમેદવારોના તેમની ઉમેદવારી ૫ત્ર સંબંઘિત માહિતી, સોગંદનામાની વિગતો (ઉમેદવારોના ગુનાહિત ભૂતકાળની માહિતી) સહિત ઉ૫લબ્ધ છે.

Saksham Application જેમાં PwD મતદાર તરીકે નામ અંકિત કરાવવું. વ્હીલચેર માટે વિનંતી કરવી, સહાયક માટે વિનંતી કરવી, મતદારયાદીમાં નવું નામ નોંધાવવું/નામ રદ કરાવવું/સુધારા-વધારા કરવા, સ્થળાંતર માટે આ one- stop solution છે.તેમજ Suvidha Candidate Application જેમાં ભારતીય ચૂંટણી પંચ ચૂંટણીના સમયગાળા દરમિયાન ઉમેદવારો માટે નામાંકન, પરવાનગી અને મીડિયા પ્રમાણપત્ર ભરવા માટેની પ્રક્રિયાને સરળ બનાવવા માટે કામ કરી રહ્યું છે. નોમિનેશન, પરવાનગીઓ અને મીડિયા સર્ટીફીકેશન ENCORE નામની વેબ એપ્લિકેશન દ્વારા ફાઇલ કરવામાં આવે છે. ઉમેદવાર માટે સ્થિતિ અને અપડેટ્સ તપાસવા માટે તેને સુલભ બનાવવા માટે તેમની અરજી માટે સુવિધા ઉમેદવાર એપ બનાવી છે. આ મોબાઈલ એપ ઉમેદવારોને તેમના નોમિનેશન, પરવાનગીઓ અને ENCORE મારફતે ફાઇલ કરેલ મીડિયા એપ્લિકેશનની સ્થિતિ તપાસવાની મંજૂરી આપે છે.

જ્યારે cVIGIL Application (આદર્શ આચારસંહિતા સબંધી ફરિયાદો માટે) આદર્શ આચારસંહિતા ભંગની ફરીયાદ માટે તેમજ ચૂંટણી દરમિયાન નાણાં ની હેરફેર, વહેંચણી, દારૂ, નાગરિકોને અપાતાં વિવિધ ગેરકાયદેસર પ્રલોભનો વિશે પણ ફરિયાદ કરી શકાશે, આ એપથી નાગરિક ત્રણ માધ્યમથી એટલે કે ફોટો, વિડીયો અને ઓડિયો જેવા વિકલ્પથી ફરિયાદ નોંધાવી શકશે, નાગરિક દ્વારા અનામી રૂપે પણ આ ફરિયાદો નોંધાવી શકાશે. જેનો નિકાલ ફક્ત ૧૦૦ મીનીટમાં કરવામાં આવશે, ફરિયાદ નોંધાવવા માટે નાગરિકે તમનું GPS શેર કરવાનું થશે, આ એપ ડાઉનલોડ કરવા માટે ગુગલ પ્લે સ્ટોર માટે  https://play.google.com/store/apps/details?id=in.nic.eci.cvigil&hl=en&gl=US અને એપલ એપ સ્ટોર માટે: https://apps.apple.com/in/app/cvigil/id1455719541 માઠી ડાઉનલોડ થાય શકસે.એપ્લિકેશનની ઉપયોગીતા અંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળાએ જણાવ્યું હતું કે ટેકનોલોજીના યથાર્થ ઉપયોગ થકી નિષ્પક્ષ ચૂંટણી માટે વિવિધ એપ્લિકેશનો અને પોર્ટલ ખૂબજ ઉપયોગી સાબીત થઈ રહ્યા છે. દરેક મતદારો અને ઉમેદવારોએ આ અત્યંત ઉપયોગી એપ્લિકેશનો પર રજિસ્ટ્રેશન કરીને પોતાનું એકાઉન્ટ બનાવવું જોઈએ, જેથી કરીને તેઓ મતદાન તથા ચૂંટણી સંબંધિત અનેકવિધ સુવિધાઓ પોતાના આંગળીના ટેરવે મેળવી શકે અને લોકશાહીના આ મહાપર્વમાં કોઇ પણ સમસ્યા વગર સહભાગી થઈ શકે છે.





Latest News