મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ડીડીઓ એ માધાપરવાડી શાળામાં CET પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા


SHARE









મોરબીના ડીડીઓ એ માધાપરવાડી શાળામાં CET પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા
 
જિલ્લા વિકાસ અધિકારીએ વિદ્યાર્થીઓને હોલ ટીકીટ અર્પણ કરી સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રોત્સાહિત કર્યા
 
મોરબીના જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ શિક્ષણમાં ખુબજ રસ ધરાવે છે, આગામી 30 મી માર્ચ રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.5 અને 8 ના બાળકો માટે કોમન એન્ટ્રર્સ ટેસ્ટ CET ની પરીક્ષા લેવાનાર હોય છેલ્લા દોઢેક  માસથી શિક્ષકો દ્વારા કસોટીઓ તૈયાર કરી મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં કસોટીઓ લેવામાં આવે છે.દર રવિવારે પણ જુદા જુદા સેન્ટર પર સીઆરસી પર તજજ્ઞ શિક્ષકો બાળકોને પૂર્વ તૈયારીઓ કરાવે છે,જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ અવારનવાર શાળાઓની CET વર્ગોની મુલાકાત લઈ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડે છે.ત્યારે આજે માધાપરવાડી કુમાર કન્યા શાળાની મુલાકાત લઈ વર્ગોમાં ચાલતાં શિક્ષણકાર્યનું કમ્પ્યુટર લેબ,સાયન્સ લેબનું નિરીક્ષણ કર્યું,  તેમજ અત્યાર સુધી કુલ 10 ટેસ્ટ લેવાયેલ છે.જેમાં ધો.5-A માં પ્રથમ ત્રણ નંબર  પ્રાપ્ત કરનાર આશા ચુનીલાલ પરમાર અંકિતા મનસુખભાઇ ડાભી,કૃપાલી દિલીપભાઈ પરમાર,૫-બી પૂજા કાંતિલાલ પરમાર,મિરલ રમેશભાઈ ચાવડા,શીતલ રમેશભાઈ ચાવડા,ધો.8-A જાનવી હિતેશભાઈ ભટ્ટ,દીક્ષિતા ભરતભાઈ ખંઢેરિયા, હેતવી ઈશ્વરભાઈ કંજારીયા,ધો.8-B માં શિલ્પા હરિલાલ પરમાર,રાજલ મનસુખભાઈ ડાભી,પ્રશંમ ગીરીશભાઈ નકુમ, કુમાર શાળાના ધો.5 માં રોહિત નાગજીભાઈ વાઘેલા, રાહુલ મનસુખભાઈ પરમાર, શ્રવણ મણિલાલ હડિયલ,ધો.8 માં હિરેન જયેશભાઇ પરમાર,અંકિત ધનજીભાઈ કંજારીયા, દિપકભાઈ માવજીભાઈ કંજારીયા વગેરે પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનારને ડીડીઓના વરદ હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા અને હોલ ટીકીટ અર્પણ કરી કોમન એંટર્સ ટેસ્ટમાં સર્વોત્તમ દેખાવ કરી મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી મોરબી જિલ્લાનું ગૌરવ વધારો ભવિષ્યમાં બાળકો સરકારના ઉચ્ચ પદો પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ પાઠવી મોટિવેશન પૂરું પાડ્યું હતું.આ તકે ડી.આર.ગરચર નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપસ્થિત રહ્યા હતા,સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા તુષારભાઈ બોપલીયા આચાર્ય કુમાર શાળા અને દિનેશભાઈ વડસોલા આચાર્ય કન્યા શાળા તેમજ બંને શાળાના સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.



Latest News