મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સજા: ૨૦ હજારનો દંડ


SHARE











મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સજા: ૨૦ હજારનો દંડ

મોરબી નજીકના શનાળા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું વર્ષ ૨૦૧૯ માં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવી હતું જે કેસ સ્પેશ્યલ જજ અને એડિશનલ સેસન્સ જજ સાહેબની કોર્ટે ચાલી ગયો હતો જેમાં આરોપીને ૧૨ વર્ષની સજા અને ૨૦ હજારનો દંડ કરેલ છે અને આ કેસમાં આરોપીના બનેવીને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવેલ છે

હાલમાં આ કેસની સરકારી મદદનીસ વકીલ પાસેથી મળતી માહિતી મુજબ શનાળા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું વર્ષ ૨૦૧૯માં આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે અતુલ નટવરલાલ પંડ્યાએ  લગ્ન આપીને અપહરણ કરવામાં આવ્યું હતું અને નવલખી રોડ ઉપર આવેલ ચરમરીયાદાદાના મંદિર નજીકના વિસ્તારમાં લઈ ગયા બાદ આરોપીના બનેવી બિપિન પ્રવીણભાઈ રત્નોતરે તેઓને રૂમની વ્યવસ્થા કરી આપી હતી અને આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે અતુલ નટવરલાલ પંડ્યાએ ભોગ બનનાર સગીર હોવાનું જાણતો હોવા છતાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાની માતાએ તે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હીના આધારે ગુનો નોંધીને પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબી સ્પેશ્યલ જજ અને એડિશનલ સેસન્સ જજ સાહેબની કોર્ટેમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ નીરજ ડી. કરિયાએ કરેલ દલીલો અને ૧૬ મૌખિક તેમજ ૨૫ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈને આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે અતુલ નટવરલાલ પંડ્યાને કોર્ટે ૧૨ વર્ષની સજા અને ૨૦ હજારનો દંડ કર્યો છે અને આરોપીના બનેવીને મદદગારી બદલ શંકાનો લાભ આપી છોડી મુકવાનો આદેશ કોર્ટે કરેલ છે તેમજ ભોગ બનેલ સગીરાને ૩ લાખની વળતર વિકટીમ કંપન્સેશન સ્કીમ હેઠળ આપવાનો હુકમ કરેલ છે અને જો આરોપી દંડ ભરે તે રકમ પણ ભોગ બનેલ સગીરાને આપવા હુકમ કરેલ છે






Latest News