મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદની ટીકર ચોકડીએ પેટ્રોલ ભરાવવા પંપે ગાડીને લાઇનમાં રાખવાનું કહેતા કર્મચારી સહિતને બે વ્યક્તિને ચાર શખ્સોએ માર માર્યો


SHARE







હળવદની ટીકર ચોકડીએ પેટ્રોલ ભરાવવા પંપે ગાડીને લાઇનમાં રાખવાનું કહેતા કર્મચારી સહિતને બે વ્યક્તિને ચાર શખ્સોએ માર માર્યો

હળવદની ટીકર ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા માટે થઈને ગાડી લઈને આવેલા શખ્સને લાઈનમાં આવવાનું કહેતા તેને સારું લાગ્યું ન હતું અને તે પોતાની ગાડી લઈને જતો રહ્યો હતો ત્યારબાદ ફરી પાછો તે અન્ય શખ્સોને પોતાની સાથે રાખીને રાતે ૧૧ વાગ્યે પેટ્રોલ પંપ ઉપર આવ્યો હતો ત્યારે ત્યાં ફરજ પરના પેટ્રોલ પંપના કર્મચારી અને ત્યાં ઓડિટ કરવા માટે આવેલા બીપીસીએલના કર્મચારીને પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો જેથી ભોગ બનેલ પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા હાલમાં કુલ મળીને ચાર શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાનો રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાની ટીકર ચોકડી પાસે આવેલ ચંડી પેટ્રોલ પંપ ખાતે રહેતો અને કામ કરતો કૈલાશસિંગ બલવીરસિંહ ચૌહાણ જાતે રાજપૂત (૨૦) નામના યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપભાઇ દિનેશભાઈ ડાભી રહે. વાટાવદર અને તેની સાથે આવેલા અજાણ્યા ત્રણ માણસો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા. ૨૭/૩/૨૪ ના રોજ સાંજે ૭:૩૦ વાગ્યાના અરસામાં જયદીપ ડાભી તેની મારુતિ સ્વીફ્ટ કાર લઈને પેટ્રોલ ભરાવવા માટે થઈને પેટ્રોલ પંપ ઉપર આવ્યો હતો ત્યારે પેટ્રોલ પંપ ઉપર અન્ય વાહનો પેટ્રોલ ભરાવવા માટે લાઈનમાં ઉભા હતા અને આરોપીએ પોતાની ગાડી સીધી પેટ્રોલ પંપ ઉપર લઈ આવીને તેમાં પહેલા પેટ્રોલ ભરવા માટે થઈને કહ્યું હતું અને ત્યારે તેને પેટ્રોલ પંપના કર્મચારીએ લાઈનમાં ગાડી રાખવા માટે થઈને કહેતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યારે કૈલાશસિંગ ચૌહાણ અને અન્ય કર્મચારી સાથે ઝઘડો કરી ગાળો બોલી પતાવી દેવાની ધમકી આપીને તે જતો રહયો હતો જો કે ત્યારબાદ રાત્રે ૧૧:૩૦  વાગ્યાના અરસામાં જયદીપ ડાભી અન્ય ત્રણ શખ્સો સાથે ફરી પાછો ચંડી પેટ્રોલ પંપ ખાતે આવ્યો હતો અને ત્યાં તેણે ફરિયાદીને માથા અને શરીરના ભાગે પાઇપ અને ધોકા વડે માર્યો હતો તેમજ આ પેટ્રોલ પંપ ઉપર ઓડિટ કરવા માટે તેને આવેલા બીપીસીએલ ના કર્મચારી દર્શનભાઈ રસિકભાઈ ગઢવાણાને પણ પાઇપ અને ધોકા વડે શરીર અને કપાળે માર માર્યો હતો તેમજ પેટ્રોલ પંપ ઉપર અને સાહેદ દર્શનભાઈના મોટરસાયકલમાં નુકસાની કરીને આરોપીઓ નાસી ગયા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

માર માર્યો

મોરબી નજીક આવેલ વસુંધરા હોટલ પાસે પેટ્રોલ પંપ નજીક આવેલ પંચરની દુકાન પાસે અજાણ્યા શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી મકબુલહુસેન સલીમભાઈ ભટ્ટી (૧૬), સાહિલ ગુલામહુસેન ભટ્ટી (૧૮) રહે. ઇન્દિરાનગર અને સોહીલ જુમેશભાઈ ભટ્ટી (૧૭) રહે. ઇન્દીરાનગર વાળાઓને ઇજાઓ થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હિતેશભાઇ મકવાણા દ્વારા કરવામાં આવી રહી છે

બે વ્યક્તિ સારવારમાં

સુરેન્દ્રનગર જિલ્લાના કંકાવટી ગામે ભરવાડવાસ પાસે રહેતા જયાબેન ગણેશભાઈ (૫૪) અને દયારામ ગણેશભાઈ સોનાગ્રા (૪૩) નામના બે વ્યક્તિઓ બાઈક ઉપર ગોપાલગઢ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે બાઇક સ્લીપ થતા અકસ્માતના બનાવમાં બંનેને ઇજા થઈ હતી અને તેને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર બાદ આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે






Latest News