મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં બિલ વગરનો કોલસો નાખવા ગયેલા ટ્રક ચાલકની છેતરપિંડીના ગુનામાં ધરપકડ


SHARE









મોરબીમાં બિલ વગરનો કોલસો નાખવા ગયેલા ટ્રક ચાલકની છેતરપિંડીના ગુનામાં ધરપકડ

મોરબી નજીક ભડીયાદ ગામની સીમમાં ડેલમાં ડમ્પરમાંથી કોલસાની ચોરી કરવામાં આવતી હતી ત્યારે પોલીસે રેડ કરી હતી અને લાખો રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો જે ગુનામાં પહેલા બે આરોપીને પકડ્યા હતા ત્યાર બાદ પોલીસે વધુ બે આરોપીને પકડેલ હતા અને હાલમાં પોલીસે આ ગુનામાં બિલ વગરનો કોલસો લીલપર પાસે આવેલ પ્લોટમાંથી ભરીને પટેલ કોલમાં કોલસો નાખવા માટે ગયેલા ટ્રક ચાલકની છેતરપીંડીના ગુનામાં ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં કમલ કારખાના પાછળ કોલસાના ડેલામાં ઇન્ડોનેશીયન કોલસાની ડમ્પરમાંથી ચોરી કરતાં હતા ત્યારે પોલીસે રેડ કરી હતી અને ટ્રક નંબર જીજે ૨૬ ટી ૯૯૯૪ નો ચાલક જીવરાજભાઇ વિઠ્ઠલભાઇ સાથલીયા તેમજ લોડર ચાલક રાકેશ સાવરા વસુનીયાની જે તે સમયે ધરપકડ કરી હતી ત્યાર બાદ આ ગુનામાં પોલીસે ડેલાના સંચાલક નવઘણભાઇ જશાભાઇ બાલાસરા અને અન્ય એક આરોપીને પકડ્યા હતા ત્યાર બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસે આ ગુનામાં ટ્રક ડ્રાઈવર વિનોદભાઇ મગનભાઈ મકવાણા (૨૬) રહે. મોટા દહીસરા માળીયા વાળાની ધરપકડ કરેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવલખી બંદરેથી ટ્રકમાં જે કોલસો ભરીને પટેલ કોલ ખાતે મોકલાવવામાં આવ્યો હતો તે ટ્રક અને કોલસો ભડીયાદ ગામની સીમમાં કમલ કારખાના પાછળ કોલસાના ડેલામાં રેડ કરી હતી ત્યારે પોલીસે ઝડપી લીધો હતો જેથી કરીને પટેલ કોલ ખાતે કોલસો જે કોલસો મોકલાવવાનો હતો તે કોલસો મોરબીના લીલપર પાસે આવેલ પ્લોટમાં લોટસ કોલ નામથી જે જગ્યાએ કોલસો આવે છે ત્યાંથી કોઈપણ પ્રકારના બિલ વગર ટ્રકમાં કોલસો ભરીને પટેલ કોલ ખાતે મોકલાવવામાં આવ્યો હતો જેથી છેતરપીંડીના આ ગુનામાં હાલમાં માલ નાખવા ગયેલા ટ્રકના ચાલકની ધરપકડ કરેલ છે 

માર માર્યો

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા ગોપાલભાઈ રણછોડભાઈ ભરવાડ (૨૩) નામના યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા ગોદાવરીબેન મગનભાઈ જાકાસણીયા (૭૯) નામના વૃદ્ધા ગામમાં આવેલ રામજી મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી કોઈ બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને ઇજા પામેલ વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગર નજીક રહેતા અજયભાઈ સવજીભાઈ મુંધવા (૨૪) નામનો યુવાન મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામ તરફ જતો હતો ત્યારે લક્ષ્મીનગર નજીક અજાણ્યા વાહન ચાલકે તેને ઠોકર મારતા ઈજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News