મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રદ્ધા પાર્કમાં ઘરમાંથી દારૂની ૯૬ બોટલ સાથે બુટલેગરની ધરપકડ: રાજસ્થાની શખ્સની શોધખોળ


SHARE









મોરબીમાં શ્રદ્ધા પાર્કમાં ઘરમાંથી દારૂની ૯૬ બોટલ સાથે બુટલેગરની ધરપકડ: રાજસ્થાની શખ્સની શોધખોળ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક શેરી નં-૪ માં રહેતા કુખ્યાત બુટલેગરના ઘરમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે સિટી બી ડિવિઝન પોલીસની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અલગ અલગ બ્રાંડની દારૂની ૯૬ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧,૨૬,૬૯૦ નો દારૂ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મોરબીના નવલખી રોડે આવેલ શ્રદ્ધા પાર્ક શેરી નં-૪ માં રહેતા અંકિત અરૂણભાઈ રાઠોડના ઘરમાં દારૂ હોવાની બાતમી મદારસિંહ મોરી, ભગવાનભાઇ ખટાણા અને શક્તિસિંહ કિશોરસિંહને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં શ્રદ્ધા પાર્ક શેરી નં-૪ માં રહેતા અંકિત અરૂણભાઈ રાઠોડના ઘરે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૯૬ બોટલ મળી આવી હતી જેથી કરીને ૧,૨૬,૬૯૦ નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અંકિત અરૂણભાઈ રાઠોડ જાતે મોચી (૩૩) રહે. હાલ શ્રદ્ધા પાર્ક શેરી નં-૪ મોરબી મૂળ રહે. સોમૈયા સોસાયટી મનીષ વિદ્યાલય વાળી શેરીમાં વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને અને આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો આ જથ્થો તેને જમારામ ઉર્ફે જગમાલ ઉર્ફે જગદીશ જેઠારામ પ્રજાપતિ રહે. તેજીયાવાસ ડબોઈ થાણુ તાલુકો ગુડામાલાણી જિલ્લો બારમેર રાજસ્થાન વાળાએ આપ્યો હોવાની કબૂલાત આરોપીએ આપેલ છે જેથી કરીને પોલીસે આ શખ્સને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આરોપી અંકિત સામે અગાઉ મોરબીમાં દારૂ જુગારના ચાર જુદાજુદા ગુના નોંધતેલ છે અને રાજસ્થાની શખ્સ મોરબી તાલુકાનાં દારૂના ગુનામાં વોન્ટેડ છે.




Latest News