મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

વાંકાનેરના જેતપરડા નજીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને આયખું ટુકાવ્યું


SHARE











વાંકાનેરના જેતપરડા નજીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને આયખું ટુકાવ્યું

વાંકાનેરના જેતપરડા ગામની સીમ આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં લોખંડના પાઇપ સાથે દોરડું બાંધીને યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હોસ્પિટલને લઈને આવ્યા હતા ત્યાર બાદ આ બનાવની મૃતકના મોટાભાઈએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ ઉપર આવેલ સીબેલા સિરામિક કારખાનાની ઓરડીમાં હાલમાં રહેતા મૂળ રાજસ્થાનના બેડવા ગામના રહેવાસી રાહુલભાઈ શંકરભાઈ ડામોર જાતે આદિવાસી (૧૯) નામના યુવાને સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં લોખંડના પાઇપ સાથે દોરડું બાંધીને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવ અંગેની મૃતક યુવાનના મોટાભાઈ જંયતીભાઇ શંકરભાઈ ડામોર જાતે આદિવાસી (૨૭) રહે. હાલ સીબેલા સિરામિક લેબર કવાર્ટર જેતપરડા વાંકાનેર મૂળ રહે. રાજસ્થાન વાળાએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની વધુ તપાસ નારણભાઈ સુખાભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના વાઘપુર પીલુડી ગામે રહેતા વિવેક હરેશભાઈ ભોરણીયા નામનો યુવાન ગામ પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણે અકસ્માતે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને વિવેકને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સાગર હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News