મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વિદેશી દારૂના ગુનામાં ત્રણ અને પોકસોના ગુનામાં એક આરોપીની ધરપકડ


SHARE









મોરબી જીલ્લામાં વિદેશી દારૂના ગુનામાં ત્રણ અને પોકસોના ગુનામાં એક આરોપીની ધરપકડ

મોરબી જીલ્લામાં વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપી તેમજ દારૂના વેચાણના ગુનામાં પડકાયેલ એક આરોપી તેમજ પોકસોના ગુનામાં એક આરોપી આમ કુલ મળીને જુદાજુદા ગુનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં વિદેશી દારૂના વેચાણના ગુનામાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ગયેલ આરોપી સાગર કાંતિલાલ પલાણની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવતા પોલીસે આ બુટલેગરને પકડીને પાસા હેઠળ આરોપી સાગર કાંતિલાલ પલાણને પકડીને ભાવનગર જેલ હવાલે કર્યો હતો. તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા દસ માસથી નાસતા ફરતા આરોપી રોહિત છેલાભાઈ મેઘાણી રહે. મોટી મોલડી તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને વાકાનેર તાલુકાના અપહરણના ગુન્હામાં છ માસથી નાસતા ફરતા આરોપી રાજુભાઇ નવાભાઈ મસારની મહીસાગર જિલ્લામાંથી ધરપકડ કરીને આ બંને આરોપીઓને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસને સોંપવામાં આવેલ છે અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયેલ સગીરાના અપહરણના ગુનામાં મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના જુટાવડ ગામેથી મોરબી બી ડિસે તપાસના કામે મધ્યપ્રદેશ ગયેલ ટંકારા પોલીસ ટીમ સાથે સંપર્ક કરીને પોકસોના કેસના આરોપી લખન ગોરધનભાઇ પવાર ની તેના ઘરેથી ધરપકડ કરેલ છે અને આગવિઝન પોલીલની કાર્યવાહી કરેલ છે.




Latest News