મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસેથી રિક્ષામાં ૧૪ બોટલ લઇને જતા બે પંટરોની ધરપકડ


SHARE







મોરબીના લાલપર ગામ પાસેથી રિક્ષામાં ૧૪ બોટલ લઇને જતા બે પંટરોની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન લાલપર ગામ નજીક સિરામિક યુનિટના રસ્તેથી પસાર થતી શંકાસ્પદ રીક્ષાને અટકાવીને તલાસી લેવામાં આવતા રિક્ષામાંથી ૧૪ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી રીક્ષા, દારૂ તથા બે મોબાઈલ સાથે હાલ બે શખ્સોની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓ આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા..? અને ક્યાં આપવા માટે કે વેચવા માટે લઇને જતા હતા..? તે દિશામાં તાલુકા પોલીસે આગળની તજવીજ શરૂ કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા પીએસઆઇ બી.એમ.બગડા તથા સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાનમાં સ્ટાફના પંકજભાઇ ગુઢડા અને જયદિપભાઇ પટેલને મળેલ બાતમી આધારે તા.૩-૪ ના રાત્રી દરમિયાન ૧૨:૩૦ વાગ્યાના અરસામાં લાલપર ગામ પાસે આવેલ નાઇસ સિરામિકના રસ્તેથી પસાર થતી સીએનજી ઓટો રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૬૦૦૯ ને અટકાવી હતી અને તેની તલાસી લેવામાં આવતા રિક્ષામાંથી દારૂની ૧૪ બોટલ મળી આવી હોય રૂા.૭૨૮૦ નો દારૂનો જથ્થો તેમજ રૂા.૫૦ હજારની રીક્ષા અને રૂા.૧૫ હજારની કિંમતના બે મોબાઈલ એમ કુલ મળીને રૂાય૭૨,૨૮૦ ના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી પોલીસે ગોપાલ ધીરૂભાઈ અદગામા કોળી (૨૪) રહે.ત્રાજપર અને કરણ ગોરધનભાઈ સનુરા કોળી (૧૯) રહે.સર્કીટ હાઉસની સામે ભારતનગર મફતપરા સામાકાંઠે મોરબી-૨ વાળાઓની સ્થળ ઉપરથી ધરપકડ કરીને બંને વિરુદ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેઓ દારૂનો આ જથ્થઓ કોની પાસેથી લાવ્યા છે..? અને તે કોને આપવા જતા હતા કે વેચવાના હતા..? તે દિશામાં હવે તાલુકા પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરાશે.

બાઈક સ્લીપ થતા આધેડ ઇજાગ્રસ્ત

મોરબીના રવાપર ગામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં રવાપર ગામે આવેલ ક્રિષ્ના સ્કૂલ પાસેથી બાઈક લઈને જઈ રહેલા વેલજીભાઈ નરભેરામભાઈ ઘોડાસરા (૫૮) રહે.સજનપર(ઘુનડા) તાલુકો ટંકારા નામના આધેડનું બાઈક ત્યાં રસ્તામાં સ્લીપ થઈ ગયું હતું.જે અકસ્માત બનાવમાં ઇજા પામેલ વેલજીભાઈ ઘોડાસરાને અહિંની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે અને હોસ્પિટલ ખાતેથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા પ્રાથમિક તપાસ કરી હતી અને આ બનાવ અંગે આગળની તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વિસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં બાબા સાહેબના સ્ટેચ્યુ નજીક રહેતા મનોજભાઈ કાનજીભાઈ બડધા (ઉમર ૩૮) નામના યુવાનને તેના ઘર નજીક મોડી રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં કોઈ બાબતે ઝઘડો થયા બાદ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સરકારી હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવેલ અને હોસ્પિટલ ખાતેથી જાણ થતા હાલ બનાવના કારણ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News