મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરતો મોરબી જિલ્લો: તમામ ગ્રામ પંચાયતો ફાઇબર નેટ કનેક્શનથી જોડાઇ


SHARE











વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરતો મોરબી જિલ્લો: તમામ ગ્રામ પંચાયતો ફાઇબર નેટ કનેક્શનથી જોડાઇ

ગુજરાત સરકારની વહીવટી કામગીરી પેપરલેસ તરફ આગળ ધપી રહી છે ત્યારે આ કામગીરી માટે મોરબી જિલ્લામાં મોડલરૂપ કામગીરી થઇ છે. ભારત નેટ ફેઝ-ર પ્રોજેક્ટ અંતર્ગત તમામ તાલુકાની તમામ ગ્રામ પંચાયત ફાઇબર નેટ કનેક્શન થી જોડવામાં આવ્યા.

આ અંગે મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલા જી. ગોહિલ દ્વારા વ્યક્તિગત રસ લઈને આ કામગીરી અંત સુધી પહોંચાડવા મહત્વનો ભાગ ભજવ્યો છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના મોરબી તાલુકાના ૧૦૩ ગ્રામ પંચાયત, વાંકાનેર તાલુકાના ૯૦ ગ્રામ પંચાયત, હળવદ તાલુકાના ૭૧ ગ્રામ પંચાયત, ટંકારા તાલુકાના ૪૫ ગ્રામ પંચાયત અને માળીયા તાલુકાના ૪૧ ગ્રામ પંચાયતમાં ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર હસ્તક કંપની દ્વારા ભારત સરકારના ભારત નેટ ફેઝ-ર પ્રોજેક્ટ હેઠળ ઓપ્ટિકલ ફાઈબર કેબલ મારફતે ઇન્ટરનેટ કનેકટીવિટી હાઈસ્પીડ સાથે આપવામાં આવેલ છે.

જેથી ગ્રામ પંચાયતના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર હાઈસ્પીડ ઇન્ટરનેટ સાથે કામ કરી ડિજિટલ યુગ સાથે કદમ મિલાવી શકશે. તેમજ ઇ-ગ્રામ અને ડિજિટલ સેવાસેતુ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએથી એફ.આઈ.આરની નકલ, રેશનકાર્ડને લગતા સુધારા, આવક પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર અને મરણ પ્રમાણપત્ર જેવી અંદાજિત ૫૫ સેવાઓ હવેથી કાર્યરત થઇ છે. સાથે જ નાગરિકોને ગ્રામ્યકક્ષાએ થી જ તમામ ઓનલાઈન સેવાઓ ઝડપભેર મળતી થશે. આ અંગે મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ જે. ભગદેવ ગુજરાત ફાઇબર ગ્રીડનેટવર્ક લિમિટેડની ટીમને ભારતનેટ ફેઝ-ર, પ્રોજેક્ટ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા






Latest News