વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરતો મોરબી જિલ્લો: તમામ ગ્રામ પંચાયતો ફાઇબર નેટ કનેક્શનથી જોડાઇ
મોરબીના નવયુગ સંકૂલ ખાતે રસ ગરબાનો કાર્યકમ યોજાયો
SHARE









મોરબીના નવયુગ સંકૂલ ખાતે રસ ગરબાનો કાર્યકમ યોજાયો
નવયુગ મહિલા સાયન્સ કોલેજ ખાતે નવરાત્રીના નવલા નોરતે નવયુગ રાસ રમઝટ – ૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધા વિદ્યાર્થીઓએ હોંશભેર વિવિધ વસ્ત્ર પરિધાનથી સજ્જ થઈને ભાગ લીધો હતો અને ગરબામાં ચાર ચાંદ લગાવ્યા હતા. જેમાં પ્રિન્સેસ ઓફ નવયુગનો એવોર્ડ વિડજા સ્વાતિ, વેલ ડ્રેસનો એવોર્ડ ફિચડીયા કેશવી, અને બેસ્ટ પર્ફોમરનો એવોર્ડ જાડેજા ખુશીબાને મળ્યો હતો. નિર્ણાયક તરીકે જીજ્ઞાસાબેન ગોસ્વામી અને સિલ્વાબેન કામરીયાએ ફરજ બજાવી હતી. અને આ આયોજનને સફળ બનાવવામાં સર્વે કોલેજ સ્ટાફે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી હતી.
