મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે કાર-બાઇક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ મહિલા રાજકોટ સારવારમાં


SHARE









મોરબીના શનાળા રોડે કાર-બાઇક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ મહિલા રાજકોટ સારવારમાં

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વિશાલ સ્ટોર સામેથી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં બેંગ્લોરના મહિલાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ બેંગ્લોરમાં આવેલ તપોવન એપાર્ટમેન્ટ ખાતે રહેતા મેઘનાબેન મુકેશભાઈ જીવાણી (૪૦) નામના મહિલા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વિશાલ સ્ટોર સામેથી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે ત્યાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં મેઘનાબેનને ઇજાઓ થયો હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે પ્રથમ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવામાં આવ્યા છે અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.એ. ઝાલા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા લક્ષ્મણ લીલારામ ગજરા (૫૨) નામના આધેડ મોરબીના પંચાસર રોડ ઉપરથી બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી પાસે રાજુ નથુરામ ચૌધરી (૨૫) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ચક્કર આવતા પડી જવાથી તેને દાઢીના ભાગી ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે

ફિનાઇલ પીધું

મોરબીના લાયન્સનગરમાં રહેતા ભરતભાઈ હેમાભાઇ ભાંભી (૨૯) નામનો યુવાન નગરપાલિકા પાસે હતો ત્યારે ત્યાં તે ફીનાઈલ પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે




Latest News