મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના અણીયારી ગામેથી બે બાઈકની ચોરી કરનારા આરોપીની ધરપકડ


SHARE







મોરબીના અણીયારી ગામેથી બે બાઈકની ચોરી કરનારા આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના અણીયારી ગામેથી બે વ્યક્તિઓના બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા બંને વ્યક્તિઓ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની જુદી જુદી બે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં હાલમાં પોલીસે બંને બાઈકની ચોરી કરનારા આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અણીયારી ગામે રહેતા પ્રવીણભાઈ મનજીભાઈ લોરીયા જાતે પટેલ (૫૪)એ થોડા સમય પહેલા પોતાના ઘર પાસે શેરીમાં તેનું બાઈક નંબર જીજે ૩૬ એમ ૫૨૪૬ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવી હતી આવી જ રીતે અણીયારી ગામે દિનેશભાઈ પટેલની વાડીએ રહેતા સુકાભાઇ ભુદરિયાભાઈ વસુનિયા જાતે આદિવાસી (૩૪)એ અણીયારી ગામે પાધેડા નામની સીમમાં રોડ ઉપર તેનું બાઈક નંબર એમપી ૪૫ એમઆર ૮૪૫૧ પાર્ક કરીને મૂક્યું હતું જે ૪૦ હજારની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી આ બંને બાઈક ચોરીની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે નોંધાયેલ ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર તપાસ ચલાવી રહ્યા હતા અને આ બંને બાઇક ચોરી કરનાર આરોપી હમીર મોતીભાઈ મઢુતરીયા જાતે કોળી (૨૪) રહે. ગેડી તાલુકો રાપર વાળાની પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી અને ચોરીમાં ગયેલા બંને બાઇકને પોલીસે આરોપી પાસેથી રિકવર કરેલ છે

યુવાન સારવારમાં

મોરબીમાં આવેલ યદુનંદન પાર્કમાં રહેતા મયુરસિંહ જાડેજા નામનો વ્યક્તિ મોરબીમાં અરુણોદય નગર પાસે હતો ત્યારે ત્યાં કોઈ અજાણી લિક્વિડ પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા મુલાયમભાઈ સુરેશભાઈ ભારતી (૨૮) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ દરિયાલાલ હોટલ નજીકથી બાઇક લઈને પસાર થતો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જેમાં ઇજા થવાના કારણે તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એ.એમ. ઝાપડિયા ચલાવી રહ્યા છે

બાઇક નીચે પડતાં સારવારમાં

મોરબીના પાનેલી રોડ ઉપર આવેલા ક્રિસ્ટલ કેમિકલ ખાતે રહેતા હરેશ દેવજીભાઈ લોદરીયા (૨૨) નામનો યુવાન મકનસર ગામની સીમમાં પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર તે સર્વિસ રોડ ઉપર બાઈક ઉપરથી નીચે પડી જતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને  આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળ વધુ તપાસ એ.એમ. ઝાપડિયા ચલાવી રહ્યા છે






Latest News