મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં વધુ પડતી વિટામિન સહિતની ગોળીઓ પી જતાં મહિલાને સારવારમાં ખસેડાઇ


SHARE









મોરબીમાં વધુ પડતી વિટામિન સહિતની ગોળીઓ પી જતાં મહિલાને સારવારમાં ખસેડાઇ

મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મહિલાએ કોઈ કારણોસર વધુ પડતી વિટામિનની અને અન્ય ગોળીઓ પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતિ મુજબ મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આકૃતિ સીરામીકની બાજુમાં આવેલ રિયલ સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા દીપાબેન ધનજીભાઈ મોહાતી (૨૨) નામની મહિલાએ કોઈપણ કારણોસર પોતે ઘરે હતી ત્યારે ત્યાં વધુ પડતી વિટામિનની ગોળીઓ અને અન્ય ગોળીઓ પી લીધી હતી જેથી કરીને તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

વૃદ્ધા સારવારમાં

મોરબી તાલુકાના ખાખરળા ગામે રહેતા મંજુલાબેન રવિભાઈ ખાદા (૬૦) નામના વૃદ્ધા મોરબીના જુના બસ સ્ટેશનમાં હતા ત્યારે ત્યાં એસટી બસમાંથી પડી જતા તેઓને ઇજા થઈ હતી જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે




Latest News