મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારા પાસેથી ૪૮૦ બોટલ દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ: આરોપીની શોધખોળ


SHARE

















ટંકારા પાસેથી ૪૮૦ બોટલ દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ: આરોપીની શોધખોળ

ટંકારા પાસેથી પસાર થતી બોલેરોને રોકીને ચેક કરતાં તેમાથી ઇંગ્લીશ દારૂની ૪૮૦ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૫૦૦૦૦ નો દારૂ અને ગાડી મળીને ૩૫૦૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને ગાડીના ચાલક સહિતનાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારાના પીએસઆઈ બી.ડી. પરમારની સૂચના મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે સફેદ કલરની બોલેરો ગાડી નં જીજે ૭ વાયઝેડ ૨૫૩૬ ત્યથી પસાર થતાં તેને રોકીને ચેક કરી હતી ત્યારે ગાડીમાઠી ૪૮૦ બોલ દારૂ મળી આવ્યો હતો જેથી ૧,૫૦,૦૦૦ અને બોલેરો ગાડી મળીને ૩.૫૦ લાખનો મુદામાલ કબજે કરેલ છે જો કે, ગાડીનો ચાલક પકડાયેલ નથી અને હાલમાં પોલીસે ગાડીના ચાલક અને તપાસમાં જેના નામ સામે આવે તે તમામની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છેઆ કામગીરી પીએસઆઈની સૂચના મુજબ ઇમ્તીયાજભાઈ જામ, મુકેશભાઈ ચાવડા, હિતેષભાઈ ચાવડા, ખાલીદખાન રફીકખાન, સિધ્ધરાજસિહ અર્જુનસિહએ કરેલ છે

લુંટાધાડનો આરોપી પકડાયો

મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ છે ત્યારે જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે હળવદ તાલુકામાં યોજાયેલ લૂંટ ધાડના ગુનામાં નાસતાફરતા આરોપી પ્રેમસિંગ ઉર્ફે તુલસિમ ઉર્ફે તિમચંદ ઉર્ફે રમેશ જોગડાભાઇ મુનીયા (ઉ.૪૮) રહે. નેગડીયા (એમપી) વાળાને ગાંધીધામ એ.કે.સ્પોર્ટસ ગુડ સ્ટોર પાસેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે આમ લુંટ ધાડના ગુન્હામાં છેલ્લા ૨૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે




Latest News